Gujarat

IRCTC ખૂબ જ સસ્તા ભાવે ગુજરાતમાં કરાવશે પ્રવાસ, 28 ફેબ્રુઆરીએ દિલ્હીથી રવાના થશે ટ્રેન

નવી દિલ્હી : ગુજરાત તેની સંસ્કૃતિ અને આધ્યાત્મિક ધરોહર માટે વિશ્વભરમાં મશહૂર છે. અને આ કારણે જ ભરર્તીય રેલવે (Indian Railways) દ્વારા એક મોટું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. નજીકના દિવસોમાં એટલેકે 28 ફેબ્રુઆરીથી ભારતીય રેલ દ્વારા ખાસ ટુર (Tour) ‘ગરવી ગુજરાત’નું (‘Proud Gujarat’) આયોજન કરવામાં આવ્યું છે. IRCTC આ સ્પેશિયલ ટુરનું સંચાલન કરશે. જેના માટે એક ખાસ ટ્રેન પણ દિલ્હી (Delhi) થી ગુજરાત (Gujarat) રવાના થશે. 28 ફેબ્રુઆરીએ સફદરગંજ રેલવે સ્ટેશનથી 8 દિવસના સફર ઉપર ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવશે. દરમિયાન આ ટ્રેન ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફૂલેરા અને અજમેર રેલવે સ્ટેશન પર રોકાશે અને મુસાફરો અહીંથી ચઢી અને ઉતરી શકશે.

યાત્રા દરમિયાન લગભગ 3500 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે
28 ફેબ્રુઆરીએ દિલ્હીથી રવાના થયેલી આ ટ્રેન યાત્રા દરમિયાન લગભગ 3500 કિલોમીટરનો વિસ્તાર આવરી લેશે. આખી ટ્રેન 8 દિવસની મુસાફરી યાત્રીઓ ને કરાવશે. આ ટ્રેન પ્રવાસ સરકારની “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજનાના અંતર્ગત નક્કી કરવામાં આવી છે. આ ટ્રેન ટુર પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી પહેલું ડેસ્ટિનેશન છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મુસાફરી દરમિયાન અંદાજે 3500 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. તે 156 પ્રવાસીઓને લઈ જઈ શકે છે. IRCTC એ ગ્રાહકોને EMI ચુકવણી વિકલ્પો પ્રદાન કરવા માટે પેમેન્ટ ગેટવે સાથે પણ જોડાણ કર્યું છે.

આ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે
ગુજરાતના અલગ પ્રવાસન સ્થળ પૈકી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળોની મુલાકાત કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હશે. આ ઉપરાંત યાત્રા દરમિયાન મુસાફરોને ચાંપાનેર આર્કિયોલોજિકલ પાર્ક, અડાલજ સ્ટેપ વેલ, અમદાવાદમાં અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર અને પાટણમાં રાણી કી વાવના પ્રવાસે લઈ જવામાં આવશે. ધાર્મિક સ્થળોની વાત કરીએ તો સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાનો 8 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેવડિયા અને અમદાવાદની હોટલોમાં બે રાત્રિ રોકાણ કરવામાં આવશે.

ટુર માટે જાણો કેટલો ખર્ચ થશે?
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની રજૂઆત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની “દેખો અપના દેશ” પહેલને અનુરૂપ છે. બીજી બાજુ, જો આપણે આ પ્રવાસના પેકેજ વિશે વાત કરીએ, તો એસી 2 ટાયર માટે વ્યક્તિ દીઠ 52250/-, એસી 1 (કેબિન) માટે વ્યક્તિ દીઠ રૂ. 67140 અને એસી 1 (કૂપ) માટે વ્યક્તિ દીઠ રૂ. 77400 ચૂકવવા પડશે. ). આ પેકેજ સંબંધિત વર્ગમાં ટ્રેનની મુસાફરી, એસી હોટલમાં રાત્રિ રોકાણ, તમામ ભોજન (ફક્ત શાકાહારી) અને જોવાલાયક સ્થળોને આવરી લેશે. આ સાથે બસો દ્વારા જોવાલાયક સ્થળોનો પ્રવાસ, મુસાફરી વીમો અને માર્ગદર્શકોની સેવાઓ વગેરેને પણ આ પેકેજમાં આવરી લેવામાં આવશે.

Most Popular

To Top