National

ટૂંક સમયમાં ભારતીય રેલ્વે ટ્રેનોમાં ‘રેડી-ટુ-ઇટ ફૂડ’ સેવા શરૂ કરશે, જાણો શું છે રેલવેનું પ્લાનિંગ

નવી દિલ્હી (New Delhi): કોરોનાના સમયથી દેશ અને દુનિયામાં દરેક ક્ષેત્રે મોટા પાયે માળખા બદલાયા છે. આ બદલાયેલા માળખાના ભાગરૂપે જ લોકડાઉન પછી જ્યારે દેશમાં રેલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી ત્યારે બધુ પહેલા જેવું ન હોતુ. સૌથી મોટો બદલાવ તો એ હતો કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ટ્રેનોમાં ભીડ ઓછી થઇ ગઇ, રેલ્વે સ્ટેશનની અંદર અને પ્લેટફોર્મ પર ફક્ત મર્યદિત સંખ્યામાં લોકો આવી શકતા. આ સિવાય રેલ્વેએ બેડિંગ -ચાદરો અને ફૂડ સેવા બંધ કરી દીધી હતી.

સમાચાર આવ્યા છે કે હવે ટૂંક સમયમાં ભારતીય રેલ્વે (Indian Railways) પહેલાની જેમ ટ્રેનોમાં જમવાનું પીરસશે. રેલવે ફેબ્રુઆરીથી મુસાફરો માટે ઇ-કેટરિંગની સુવિધા ફરી શરૂ કરવા જઈ રહ્યુ છે. રેલવે મંત્રાલયે આ માટે IRCTC ને મંજૂરી આપી દીધી છે. તેથી ટ્રેનોમાં મુસાફરી દરમિયાન મુસાફરોને ઓર્ડર બુક કરાવતી વખતે પહેલાની જેમ ફૂડ મળશે.

ગયા વર્ષે 23 માર્ચે કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યુ હતુ. અને સાથે જ તમામ ટ્રેનો બંધ કરવાની ઘોષણા પણ કરી હતી. આ પછી જ્યારે ટ્રેનો શરૂ થઈ ત્યારે તેમાં પેન્ટ્રી કાર નહોતી. હવે IRCTCની આ સુવિધાથી મુસાફરો તેમના ખાદ્યપદાર્થોની પસંદગી મનપસંદ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન કરી શકે છે. ઓર્ડર આપતી વખતે મુસાફરોને કહેવામાં આવશે કે કયા સ્ટેશન પર અને કયા સમયે તેમનું ફૂડ પેકેટ આવશે. પેસેન્જરને ક્યાંય જવાની જરૂર રહેશે નહીં. તેમની બેઠક પર ફૂડ પેકેટ (food packet) પહોંચાડવામાં આવશે.

રેલ રેસ્ટ્રો આ મહિનાના અંતથી કામ શરૂ કરશે. આ માટે કંપનીએ કામગીરી દરમિયાન વિવિધ સમયે રેસ્ટોરન્ટ સ્ટાફ અને ડિલિવરી કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ, નિયમિત અંતરાલમાં રસોડું સાફ કરવું, રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને ડિલિવરી કર્મચારીઓ દ્વારા માસ્ક અથવા ફેસશેલ્ડનો ઉપયોગ કરવા સહિત કડક માર્ગદર્શિકા આપી છે, જેનું તેમણે પાલન કરવાનું રહેશે.


આ માટે IRCTCએ ઘણી જાણીતી ફૂડ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરોને હવે MTR, ITC, ટાઇગર બકરી, આરકે કેટરર, હલ્દિરામ સહિતની અનેક જાણીતી કંપનીઓ દ્વારા તૈયાર ખાવાનું મળશે. હકીકતમાં, કોવિડને કારણે હાલમાં ફક્ત વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે અને પેન્ટ્રી સિસ્ટમ પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં રેલ્વે આ ટ્રેનોમાં રેડી-ટુ-ઇટ ફૂડ પીરસશે. રેલ્વે સુત્રોના જણાવ્યા અનુસાર રેલવે પ્રધાન પીયૂષ ગોયલ ટૂંક સમયમાં નીતિ હેઠળ આ યોજનાનો અમલ કરવા માગે છે. નીતિના અમલ પછી ટ્રેન જેમાં પેન્ટ્રી સિસ્ટમ છે તેને કરારમાંથી સમાપ્ત કરવામાં આવશે અને આઈઆરસીટીસીને સોંપવામાં આવશે.

આઈઆરસીટીસીના પ્રવક્તા સિદ્ધાર્થ સિંહે જણાવ્યું હતું કે મુસાફરો ઇકેટરિંગ (E-catering) સેવાઓ માટે irctc.com પર જઇ બૂકિંગ કરાવી શકે છે. આ સિવાય ફોન દ્વારા ઇ-કેટરિંગ સેવાનો પણ લાભ મળી શકે છે. આ સિવાય મુસાફરો આઈઆરસીટીસીની ઇ-કેટરિંગ એપ્લિકેશન ફૂડ ઓન ટ્રેક ડાઉનલોડ કરી શકે છે. મુસાફરોની સુવિધા માટે કેશ ઓન ડિલીવરી (Cash On Delivery-COD) વિકલ્પ પણ આપવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top