છેલ્લાં ઘણાં વર્ષોથી પૃથ્વીનું વાતાવરણ બદલાયેલ છે. કયાંક ભરઉનાળે વરસાદ પડે છે તો કયાંક કરાં પડે છે. કેટલીક વાર શિયાળામાં માવઠું થાયછે તો કયાંક શિયાળામાં ભયંકર ગરમી પડવાના દાખલા મળે છે. આજે ઉનાળામાં ભયંકર અસહ્ય ગરમી પડી રહી છે. આજે માનવજીવન ખતરામાં છે. ગ્લોબલ વોર્નિંગ, પીગળતી હિમશિલાઓ, હવા અને પાણીનું પ્રદૂષણ, દર વર્ષે પાણીમાં ઠલવાતો કરોડો ટન ઔદ્યોગિક કચરો અને બીજી અનેક સમસ્યાઓએ પૃથ્વીને ઘેરી લીધેલ છે. આ સ્થિતિ પાછળ માનવજીવનનો સ્વાર્થ ઉપભોગ જવાબદાર છે.
આપણા ભારતીય દર્શનની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ઝાડમાં ચેતન જુએ છે. આપણા માટે ઝાડની એક ડાળી એ વ્યક્તિના હાથમાં કોઇ ફરત નથી. અહીં કીડીનું પણ ધ્યાન રખાયું છે અને વનસ્પતિનું પણ ધ્યાન રખાયેલ છે. અહીં પૃથ્વીને માતા કહેવામાં આવે છે. પ્રકૃતિમાં જીવ અને જગતનું કલ્યાણ કરનારી નદીઓને માતાનું સ્થાન મળે છે. આપણા દેશે જો સુખી થવું હશે તો ભારતીય સંસ્કૃતિ જ અપનાવવી પડશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મેડીકલેઇમ ઉપયોગ કે દુરુપયોગ
મેડીકલેઇમ એટલા માટે ઉતારવામાં આવે છે કે જરૂરિયાતના સમયે દર્દીની સારવાર સારી રીતે થઇ શકે.પરંતુ હોસ્પિટલમાં જેવી ખબર પડે કે દર્દીએ મેડીકલેઇમ લીધો છે. તો બધા જ ચાર્જીસ જેમ કે, વીઝીટીંગ ફી, ઓપરેશન ફી વિ. વિ.ના ભાવ વધારી દેવામાં આવે છે. તદુપરાંત જે ઓપરેશન એકસ રે સોનોગ્રાફીથી અચાનક એમ. આર.આઈ. કરવાનું કહેવામાં આવે છે. કેમ કે આવી બધી જગ્યાએથી કમિશન મળે છે. લેબોરેટરીમાં પણ બધા રીપોર્ટ કરવાનું કહે છે. કેમ કે એમાં પણ કમિશન મળે છે. આવું કેમ કરવામાં આવે છે. તે હજી પણ કોઇએ જાણવાનો પ્રયત્ન કર્યો નથી. બીજું કે દર્દી લાચાર હોય છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી તો ડૉકટર જેમ કહે તેમ જ કરવું પડે. આ તો એવું થયું કે મેડીકલેઇમથી દર્દીને પણ સારો લાભ મળે અને ડૉકટરને પણ સારો લાભ.
સુરત – કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.