નવી દિલ્હી : ભારતીય (Indian) સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરી 2023 ના રોજ ઓડિશા નજીક હાઇપરસોનિક ટેક્નોલોજી (Hypersonic Technology) ડેમોનસ્ટ્રેટર વ્હીકલ (HSTDV) નું પરીક્ષણ (test) કર્યું. જોકે આ ટેસ્ટના અંતે શું પરિણામ આવ્યું તે અંગે કોઈ ખુલાસો હજી કરવામાં આવ્યો નથી પરંતુ આ હથિયાર એક ખાશ ટેનોલોજીથી બન્યું છે તેની રેન્જ અને અટેક કરવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે. દુશ્મનો ઉપર વાર કરતાની સાથે જ તે કહેર વર્તીને સિટ્ટી બીટ્ટી ગુલ કરી નાખશે..ભારત છેલ્લા કેટલાક વર્ષોથી હાઇપરસોનિક હથિયારો પર કામ કરી રહ્યું છે. તેનું પરીક્ષણ પણ કર્યું છે. આથી પહેલા વર્ષ 2020માં માનવરહિત સ્ક્રેમજેટની હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
શા માટે તેને હાઇપરસૉનિક હથિયાર કહેવામાં આવે છે
હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટ માટે માનવરહિત સ્ક્રેમજેટ પ્રદર્શન વિમાન જે પ્લેન 6126 થી 12251 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે તેને હાઇપરસોનિક પ્લેન કહેવામાં આવે છે.
આ રહ્યા ભારતીય હાઇપરસોનિક ગ્લાઇડ હાથિયારના અન્ય ફીચર્ડસ
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લી વખત જયારે HSTDV નું પરીક્ષણ 20 સેકન્ડથી ઓછા સમય માટે કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન તેની સ્પીડ લગભગ 7500 કિમી પ્રતિ કલાક હતી. ભવિષ્યમાં તેની સ્પીડ ઘટાડી અથવા વધારી શકાય છે. જો તેમાં પરંપરાગત અથવા પરમાણુ હથિયારોથી ફાયરિંગ કરવામાં આવે તો વીરૂયુદ્ધ દેશ પાકિસ્તાનમાં થોડી જ સેકન્ડોમાં હુમલો કરી શકાય છે. આ હથિયાર ધરી વાહન દ્વારા તમે બોમ્બ પણ છોડી શકો છો. અથવા તમે તેને બોમ્બ બનાવીને દુશ્મનના અડ્ડા પર છોડી શકો છો. કારણ કે તે સ્પીડમાં અને ખુબ જ જાળીથી વાર કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારેતે આ માટે હાઇપરસોનિક હથિયારો અથવા વિમાન બનાવવામાં આવે તે જરૂરી છે
હવે સવાલ એ ઊભો થાય છે કે હાઈપરસોનિક મિસાઈલ કે એરક્રાફ્ટની જરૂર કેમ છે. તેનું કારણ અમેરિકા છે. અમેરિકા છેલ્લા કેટલાક સમયથી સતત હાયપરસોનિક મિસાઈલ અને એરક્રાફ્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે રશિયા આ મામલે તેનાથી આગળ નીકળી ગયું છે. રશિયા પાસે ઘણી હાઇપરસોનિક મિસાઇલો છે. ભારતના પાડોશી દેશ ચીન પાસે પણ આવા હથિયાર હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં વ્યૂહાત્મક સ્તરે સંતુલન જાળવવા માટે શક્ય તેટલી વહેલી તકે હાઇપરસોનિક હથિયારો અથવા વિમાન બનાવવામાં આવે તે જરૂરી છે.
શું છે આખરે હાઇપરસોનિક શસ્ત્રો
હાયપરસોનિક શસ્ત્રો એવા છે જે ધ્વનિની ગતિ કરતા પણ પાંચ ગણી ઝડપે વાર કરે છે. એટલે કે 6100 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુ. ભારતે આજે જે હથિયારનું પરીક્ષણ કર્યું છે તેણે છેલ્લા પરીક્ષણમાં જ 7500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી છે. ભવિષ્યમાં તેને 12 હજાર કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવાના પ્રયાસો કરવામાં આવશે. તેમની ગતિ એટલી ઝડપી છે કે તેમને ટ્રેક કરીને મારવા સરળ નથી. રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો પણ કર્યો હતો.