National

કેન્દ્રિય મંત્રી અશ્વિની ચોબેના ભાઈ નિર્મલનું નિધન, પરિવારજનોએ હોસ્પિટલ ઉપર આરોપ મૂકયો કે..

નવી દિલ્હી: કેન્દ્રિય મંત્રી અશ્વિની ચોબેના ભાઈ નિર્મલ ચોબેનું શુક્રવારની મોડી સાંજના રોજ નિધન (Death) થયું હતું. જણાવી દઈએ કે તેઓની સારવાર હોસ્પિટલમાં (Hospital) ચાલી રહી હતી જેના કારણે હવે પરિવારજનોએ હોસ્પિટલ ઉપર આરોપ મૂકયો છે કે તેઓની લાપરવાહીના કારણે તેઓના ભાઈનું મોત થયું છે.

જાણકારી મુજબ અશ્વિની ચૌબેના ભાઈ નિર્મલ ચૌબેને બિહારના ભાગલપુરમાં JLNMCH ના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. નિર્મલ ચૌબેના મૃત્યુ બાદ તેમના સંબંધીઓએ સારવારમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. રોષે ભરાયેલા સંબંધીઓએ ડોક્ટર પર આઈસીયુમાં ન હોવાનો આરોપ લગાવ્યો અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનો ઘેરાવ કર્યો. પરિવારનો આરોપ છે કે ICUમાં ડોક્ટર સમયસર હાજર ન હતા. જેના કારણે તેમની તબિયત લથડતાં તેમને સમયસર સારવાર ન મળી શકી અને તેમનું મૃત્યુ થયું.

આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ભાગલપુરના સિટી ડીએસપી ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં લેવાની વાત કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના ભાઈના નિધન બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમના સંબંધીઓ બિહારની નબળી આરોગ્ય વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે. આરોપ છે કે જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર હાજર નથી.આ પછી દરરોજ આવી ઘટનાઓ બને છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ મામલો કેન્દ્રીય મંત્રીના ભાઈ સાથે સંબંધિત હોવાથી આ પ્રકારનો હંગામો થઈ રહ્યો છે, નહીં તો ભાગલપુરની માયાગંજ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના સામાન્ય છે. મીડિયામાં આ મામલો સામે આવ્યા બાદ આરોપી ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top