National

ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતની પુરુષ ટીમે હોકીમાં શાનદાર શરૂઆત કરી, ન્યુ ઝિલેન્ડને આટલા ગોલથી હરાવ્યું

ભારતીય પુરુષ હોકી ટીમે (Indian men’s hockey team) ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં વિજય સાથે શરૂઆત (Starting with Victory) કરી હતી. મેચ જીતવામાં હરમનપ્રીત સિંહ અને શ્રીજેશનું ખાસ યોગદાન હતું જ્યારે ભારતીય હોકી ટીમે તેની પ્રથમ મેચમાં સારુ પ્રદર્શન કર્યું હતું. 

આ દરમિયાન બંને ટીમો તરફથી શાનદાર મેચ જોવા મળી હતી. રૂપિંદર પાલસિંહે પ્રથમ ક્વાર્ટર (First quarter) માં ભારત માટે પહેલો ગોલ (First goal) કર્યો હતો. બીજી બાજુ, કેન રસેલે ન્યુ ઝિલેન્ડ (New Zealand) માટે પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો અને ટીમને બરાબર પર લાવી દીધી હતી. આ પછી, બીજા ક્વાર્ટરમાં બંને ટીમો દ્વારા આક્રમકઃ હોકી રમાય હતી. બંને હરીફો એકબીજા સામે ગોલ કરવા માટે તલપાપળ હતા. દરમિયાન ભારત તરફથી એક જોરદાર હુમલો થયો હતો. હરમનપ્રીતસિંહે બીજા ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતને 2-1ની લીડ અપાવી હતી. અને માનવામાં આવે તો આજ ભારતની જીત તરફની દાવેદારી પણ હતી.

ત્રીજા ક્વાર્ટરમાં, ન્યુ ઝિલેન્ડની ટીમે વાપસી કરવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. જો કે ભારતીય ટીમે પણ પોતાનો હુમલો તીવ્ર રાખ્યો હતો. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ પેનલ્ટી કોર્નરનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને હરમનપ્રીતસિંહે ફરી એકવાર શ્રેષ્ઠ રમત દર્શાવી હતી અને બીજો ગોલ કરીને ભારતને 3-1થી આગળ કર્યું હતું. આ પછી, ન્યુઝીલેન્ડની ટીમે ગોલ કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો પરંતુ તે ભારતની મજબૂત સંરક્ષણ પ્રણાલી લાઇનની સામે આગળ વધી શકી નહીં. પરંતુ તે પછી ન્યુ ઝિલેન્ડના જેનેસે આ તક ઝડપી લઇ અને સ્કોર કરવામાં આવ્યો હતો. આમ ત્રીજા ક્વાર્ટરમાં ન્યુ ઝિલેન્ડનો સ્કોર વધ્યો અને 3-2 હતો. 

આમ ચોથા ક્વાર્ટરમાં ન્યુ ઝિલેન્ડથી ચમત્કારની અપેક્ષા રાખવામાં આવી હતી. મનદીપસિંહે અંતિમ ક્વાર્ટરમાં ભારત માટે એક તક ઉભી કરી પરંતુ ન્યુ ઝિલેન્ડ ગોલ બચાવવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન ભારત દ્વારા કેટલીક ભૂલો પણ કરવામાં આવી હતી, જેના બદલામાં ન્યુ ઝિલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ ભારત તરફથી શ્રીજેશે સારો બચાવ કર્યો અને ભારતની જીત સુનિશ્ચિત કરી. અને આખરે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 3-2થી પરાજિત કર્યું હતું. 

મનપ્રીત-મેરી કોમે ત્રિરંગો પકડ્યો, ટોક્યો ઓલિમ્પિક્સની રંગીન શરૂઆત

ઓલિમ્પિક માર્ચ પાસ્ટની શરૂઆત ગ્રીસના ખેલાડીઓથી થઈ હતી, જ્યાં પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. જાપાની મૂળાક્ષરો અનુસાર ભારતીય ટીમ 21 મા ક્રમે આવી છે. મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમે હાથમાં ત્રિરંગો લગાવી કૂચ પાસ્ટનું નેતૃત્વ કર્યું હતું. ઉદઘાટન સમારોહમાં ભારતના 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમારોહમાં વિવિધતામાં એકતા, શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો હતો. 

Most Popular

To Top