Sports

હાર્દિક પંડ્યાને સોંપાઈ જવાબદારી: તૈયાર કરશે ‘મિશન 2024’ માટે ભારતીય ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) વર્ષ 2023ની શરૂઆત શ્રીલંકા સામેની T20 શ્રેણીથી (T20 Series) કરશે. બંને ટીમો વચ્ચે 3 જાન્યુઆરીથી ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. આ માટે હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ (Captaincy) મળી છે. તેમની પાસે ‘મિશન 2024’ માટે ટીમને તૈયાર કરવાની જવાબદારી છે. આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ-અમેરિકામાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) યોજાવાનો છે. તે ટૂર્નામેન્ટમાં હાર્દિક ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરે તેવી પ્રબળ સંભાવના છે.

આગામી T20 વર્લ્ડ કપને ઓછામાં ઓછા 18 મહિના બાકી છે. આ વર્ષે ODI વર્લ્ડ કપને કારણે ટીમ ઈન્ડિયા 15થી ઓછી T20 મેચ રમશે. કિશન અને ઋતુરાજ સિવાય હાર્દિક માટે બીજો ઓપનિંગ વિકલ્પ છે. શુભમન ગિલ હજુ T20માં ડેબ્યૂ કરવાનો છે પરંતુ તે ઓપનિંગમાં ટીમનો વિકલ્પ બની શકે છે. ત્રીજા નંબર પર હાર્દિક વિશ્વના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર નિર્ભર રહેશે. પ્લેઈંગ ઈલેવનમાં બોલિંગના છ વિકલ્પો રાખવાની હાર્દિકની ઈચ્છાને જોતા માનવામાં આવે છે કે દીપક હુડાને પ્રથમ ટી20માં તક આપવામાં આવી શકે છે.

ભારતીય ટીમના ‘બિગ-થ્રી’ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને શ્રીલંકા સામેની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં ટીમ પર હાર્દિકની છાપ સંપૂર્ણ રીતે જોવા મળશે. આ વર્ષે ભારત ODI વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન તે ટૂર્નામેન્ટ પર છે. આ માટે મેનેજમેન્ટે 1 જાન્યુઆરીએ એક બેઠક પણ કરી હતી અને રોડમેપ તૈયાર કર્યો હતો. તેનું ધ્યાન ટી20 મેચો પર ઓછું છે. કોહલી, રોહિત અને રાહુલને પણ ટૂંકા ફોર્મેટથી દૂર રાખી શકાય છે. આવી સ્થિતિમાં હાર્દિકને પોતાની ટીમ તૈયાર કરવાની પૂરી તક મળશે.

કાર અકસ્માત બાદ રિષભ પંત લાંબા સમય સુધી ટીમની બહાર થઈ ગયા છે. જો કે શ્રીલંકા સામે પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી. વિકેટકીપિંગ માટે ઈશાન કિશનની સાથે સાથે ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસન પર ભરોસો કરશે. કિશન પણ ઓપનિંગ બેટિંગ કરતો જોવા મળી શકે છે. તેની સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી પ્રથમ T20માં ઋતુરાજ ગાયકવાડની એન્ટ્રી લગભગ નિશ્ચિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંનેએ આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. હવે આ બંનેને ઇન્ટરનેશનલ લેવલે એકસાથે પોતાનું પરફોર્મન્સ દેખાડવાની પૂરતી તક મળી શકે છે.

શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વિકેટકીપર), દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

Most Popular

To Top