નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડે (Indian Cricket Board) શ્રી લંકા વિરુદ્ધ થનાર સીમિત ઓવરની સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની (Team India) જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઆઈ (BCCI) તરફેથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નામો અને વનડે સિરાઝ માટે અલગ-અલગ કપ્તાન અને ટીમોનું સિલેકશન થયું છે.T-20 સીરીઝ માટે હાર્દિક પંડયા અને વન-ડે સીરીઝ માટે રોહિત શર્મા કેપ્ટન બનાવ્યા છે. તો બીજી તરફ સુર્યા કુમાર યાદવને મોટી જવાબદારી આપીને T-20 સીરીઝના વાઈઝ કેપ્ટન ઘોષિત કર્યા છે. તો બીજી તરફ ઋષભ પંતને બે-સીરીઝનો હિસ્સો નહિ બનાવીને ઝટકો આપ્યો છે. તો સંજુ સેમસંગ માત્ર T-20ની સીરીઝમાં જ રમશે.
ટી20 સિરીઝ માટે મુકેશને સ્થાન મળ્યું છે
T20 ટીમની વાત કરીએ તો 16 ખેલાડીઓની ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. આ ટીમમાં ઈશાન કિશન અને સંજુ સેમસન વિકેટકીપર તરીકે રહેશે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી બેટ્સમેનની ભૂમિકા ભજવશે. જ્યારે દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, હર્ષલ પટેલને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બોલિંગની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમારના હાથમાં રહેશે.
ઈજા બાદ વનડે ટીમમાં રોહિતનું થયું પુનરાગમન
હાલ ભારતની વનડે ક્રિકેટ ટીમ ઉપર એક નજર કરીએ તો કુલ 16 ખેલાડીઓની આ ટીમની જવાબદારી રોહિત શર્માના હાથમાં હશે. જ્યારે હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન પણ ટીમનો ભાગ હશે. બોલરોમાં ઉમરાન અને અર્શદીપ સિવાય મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી બંને અહીં જોવા મળશે. જ્યારે કુલદીપ અને ચહલની જોડી પણ સાથે રમતા જોવા મળશે.
T20I માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન ), ઈશાન કિશન (વાઈસ કેપ્ટન ), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક , શિવમ માવી , મુકેશ કુમાર.
વનડે માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.