National

પુલવામામાં કાશ્મીરી પંડિતની હત્યાનો બદલો ભારતીય સેનાના જવાનોએ આવી રીતે લીધો

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ઘાટીમાં આતંકવાદીઓ (Terrorist) વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં જ પુલવામાના (Pulwama) અવંતીપોરાના લારકીપોરામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને (Kashmiri Pandit) નિશાનો બનાવ્યો હતો. ત્યારે હવે ભારતીય સેના (Indian Army) દ્વારા સતત આતંકવાદીઓની ગતિવિધીઓ પર નજર રાખી એન્કાઉન્ટર કરી રહી છે. બે દિવસ પહેલા બનેલી આ ઘટનાનો બદલો ભારતીય સેના દ્વારા લેવામાં આવ્યો હતો. અહીં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. આતંકીની ઓળખ પુલવામાના આકિબ મુશ્તાક ભટ તરીકે થઈ છે. તેણે શરૂઆતમાં HM આતંકવાદી સંગઠન માટે કામ કર્યું હતું, પરંતુ ત્યાર બાદ તે TRF સાથે કામ કરી રહ્યો હતો. આ જ કાશ્મીરી પંડિત સંજય શર્માની 2 દિવસ પહેલા હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં સમાચાર સામે આવ્યા હતા કે આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના અચનમાં એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કાશ્મીરી પંડિત સંજય શર્મા બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આતંકવાદીઓના ગોળીબારમાં સંજય શર્મા પુલવામા શહીદ થયો હતો. જ્યારે તેઓ સ્થાનિક બજારમાં જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ગોળી વાગી હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ઘાટીમાં દરેક જગ્યાએ આતંકના મૂળિયા ફેલાઈ ગયા છે
ફેબ્રુઆરીની શરૂઆતમાં એક સમાચાર સામે આવ્યા હતા કે ત્યાંની સરકારી શાળાનો શિક્ષક જ આતંકાવાદી નીકળ્યો હતો. આ મામલે જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની અનેક વિસ્ફોટોમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદી અગાઉ સરકારી શાળાનો શિક્ષક હતો. તે વૈષ્ણોદેવીના યાત્રિકોને લઈ જતી બસમાં થયેલા વિસ્ફોટની ઘટનામાં પણ કથિત રીતે સામેલ હતો.

ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે જમ્મુના નરવાલમાં તાજેતરમાં થયેલા બે વિસ્ફોટોની તપાસ બાદ રિયાસી જિલ્લાના રહેવાસી આરિફની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક IED (ઈમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) પણ મળી આવ્યું છે, જે પરફ્યુમની બોટલની અંદર લગાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top