Sports

ભારતે ચેન્નાઈ ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું: 3 ભારતીય બેટ્સમેનોએ બનાવી સદી

ભારતે બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 280 રને જીતી લીધી છે. આ જીત સાથે ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચના ચોથા દિવસે રવિવારે 515 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશને 234 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગ 4 વિકેટે 287 રન પર ડિકલેર કરી હતી અને બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રનમાં સમેટાઈ ગયો હતો.

બાંગ્લાદેશી ટીમ લંચ સુધી પણ રમી શકી ન હતી
બાંગ્લાદેશના સુકાની નઝમુલ હસન શાંતોએ 51 રન અને શાકિબે 5 રન સાથે પોતાની ઈનિંગ આગળ વધારી હતી. બંનેએ 48 રનની ભાગીદારી કરી હતી, ત્યારબાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રવિચંદ્રન અશ્વિનને બોલ સોંપ્યો હતો. અશ્વિને પ્રથમ ઓવરમાં જ વિકેટ લીધી હતી. તેણે શાકિબને યશસ્વી જયસ્વાલના હાથે કેચ કરાવ્યો હતો. શાકિબ 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીં ટીમનો સ્કોર 194 રન હતો. શાકિબના આઉટ થયા બાદ બાંગ્લાદેશની વિકેટો પડવા લાગી હતી. ટીમે 40 રનના સ્કોર પર છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન નઝમુલ હસન શાંતો 82 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો.

અશ્વિનને 6, જાડેજાને 5 વિકેટ મળી
રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશના 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે ત્રીજા દિવસે 3 અને ચોથા દિવસે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 5 સફળતા મેળવી હતી. તેણે પ્રથમ દાવમાં 2 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.

WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર 1 પર
પ્રથમ મેચ જીત્યા બાદ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​સીઝનના પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. ટીમના હવે 71.67% પોઈન્ટ છે. અને તે પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને છે. બાંગ્લાદેશની ટીમ 39.19% પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

Most Popular

To Top