Sports

વરસાદના કારણે મેચમાં વિઘ્ન, ટીમ ઈન્ડિયા DLSમાં આગળ

નવી દિલ્હી : ભારત (India) અને આયર્લેન્ડ (Ireland) મહિલા ક્રિકેટ ટીમ (Women’s Cricket Team) વચ્ચે ચાલી રહેલી ટી-20 વર્લ્ડ કપનો મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચ ટીમ ઇન્ડિયા માટે ખુબ જ મહત્વની છે. સેમીફાયનલના (Semifinals) મુકાબલામાં પ્રવેશ માટે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવી ખુબ જ અગત્યની છે. બન્ને ટીમની વચ્ચે માત્ર એકજ T-20 મેચ રમાઈ ચુકી છે.જેમાં ભારત વજાઇ નીવડ્યુ હતું. સોમવારે બને દેશ વચ્ચે રામેંયેલી મેચમાં વરસાદે વિઘ્ન નાખતા મેચ અટકી ગઈ હતી જોકે એવરેજની દ્રષ્ટિએ આ મેચમાં ભારત આગળ છે.

ભારતની શરૂઆત ખુબ શાનદાર રહી હતી
ટીમ ઈન્ડિયાએ પહેલા જ ઓવરમાં આયર્લેન્ડને બે ઝટકા આપીને મેચમાં એગ્રેસીવ શરૂઆત કરી હતી. આયર્લેન્ડની ટીમ 156 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે પહેલી જ ઓવરમાં આયર્લેન્ડે બે વિકેટ પડી ગઈ હતી.

ડકવર્થ લુઈસ નિયમ મુજબ પાંચ આયર્લેન્ડરન પાછળ
વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. આયર્લેન્ડે 8.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા છે. હવે જો વરસાદ બંધ ન થાય અને ડકવર્થ લુઈસ નિયમ અમલમાં આવે તો ભારત આ નિયમ પ્રમાણે પાંચ રન આગળ છે. એટલે કે જો આયર્લેન્ડને આ મેચ જીતવી હોય તો તેણે 8.2 ઓવરમાં 59 રન બનાવવાના હતા. આયર્લેન્ડની ટીમ ડકવર્થ લુઈસ નિયમ મુજબ પાંચ રન પાછળ છે.

આયર્લેન્ડને બે શરૂઆતમાં લાગ્યા બે ઝટકા
ભારતે આયર્લેન્ડ સામે 156 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં આઇરિશ ટીમને ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં જ બે આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. એમી હન્ટર ઇનિંગ્સના પ્રથમ બોલ પર રન આઉટ થયો હતો. હંટરે બે રન લેવાની પ્રક્રિયામાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તે એક રન બનાવવામાં સફળ રહી હતી. આ પછી રેણુકી સિંહે પાંચમા બોલ પર પ્રેન્ડરગાસ્ટને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે ખાતું પણ ખોલાવી શકી ન હતી. કેપ્ટન એલ ડેલાની અને ગેબી લુઈસ હાલમાં ક્રિઝ પર છે. એક ઓવર પછી આયર્લેન્ડનો સ્કોર બે વિકેટે પાંચ રન છે.

ભારતે 155 રન બનાવ્યા હતા
ભારતે આયર્લેન્ડ સામે 156 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં છ વિકેટે 155 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના સદીથી વંચિત રહી. તે 56 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 87 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ છે.

Most Popular

To Top