સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા સુધીમાં દેશમાં વધુ 17 લોકોના મોત થયા છે. આ સાથે જ મોતનો કુલ આંક 166 પર પહોંચી ગયો છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ દાખલ થયા હતા. હાલમાં ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 5764 હોવાનું જાણવા મળે છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના પૉઝિટિવ કેસોની સંખ્યા 5274 થઈ હતી જ્યારે 149 લોકોનાં મૃત્યુ થયા છે. જો કે રાજ્યો પ્રમાણે મળેલા આંકડાઓનો સરવાળો કરવામાં આવે તો બુધવારની રાતે 9.00 વાગ્યા સુધી કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 5689 થઈ હતી અને કુલ મૃત્યુઆંક 181 થયો હતો. 500થી વધુ લોકો સાજા થયા હતા અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને જમ્મુ-કાશ્મીર સહિત અન્ય ક્ષેત્રોથી નવા કેસ નોંધાયા હતા. લડાખના લોકસભા સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યલે કહ્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાયરસના ફેલાવાને સફળતાપૂર્વક અટકાવી દેવાયો છે જ્યારે સિક્કિમ સરકારે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી. આજે લૉકડાઉનના 15મા દિવસે મહારાષ્ટ્રમાં કેસો ૧૧૭ વધીને ૧૧૩૫ થયા છે. મુંબઈમાં નવા ૭૨ કેસો થયા છે. મરણાંક પણ રાજ્યમાં વધીને ૭૨ થયો છે. પૂણેમાં નવા 36 કેસો વધ્યા છે.
ભારતમાં કોરોનાના કારણે વધુ 17નાં મોત
By
Posted on