ભારતે ત્રીજી T20Iમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. શ્રેણીની ચોથી મેચ 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં રમાશે. પહેલી T20I વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ બીજી 4 વિકેટથી જીતી હતી.
હોબાર્ટમાં 187 રનનો પીછો કરતા ભારતે 18.3 ઓવરમાં 5 વિકેટે જીત મેળવી. વોશિંગ્ટન સુંદર 23 બોલમાં 49 રન બનાવીને અણનમ રહ્યા અને જીતેશ શર્મા 13 બોલમાં 22 રન બનાવીને અણનમ રહ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે 3 વિકેટ લીધી. અગાઉ ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન બનાવ્યા. ટિમ ડેવિડે ૩૮ બોલમાં ૭૪ રનની આક્રમક ઇનિંગ રમી, જ્યારે માર્કસ સ્ટોઇનિસે ૩૯ બોલમાં ૬૪ રન બનાવ્યા.
ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લીધી. વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી. શિવમ દુબેએ એક વિકેટ લીધી. અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. જીતેશ શર્માએ ૧૯મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને પાંચ વિકેટથી વિજય અપાવ્યો. આ સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણી બરાબર કરી લીધી.
ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે મેચવિનિંગ ઇનિંગ રમી
લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમે પણ સારી શરૂઆત કરી. અભિષેક શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે ૩૩ રનની ભાગીદારી કરી. અભિષેકે ૧૬ બોલમાં ૨૫ રન બનાવ્યા જ્યારે ગિલે ૧૨ બોલમાં ૧૫ રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૧૧ બોલમાં ૨૪ રનનું યોગદાન આપ્યું. તિલક વર્માએ ૨૬ બોલમાં ૨૯ રન બનાવ્યા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે મેચવિનિંગ ઇનિંગ રમી. જીતેશ શર્મા પણ અંત સુધી અણનમ રહ્યો. વોશિંગ્ટન સુંદર ૨૩ બોલમાં ૪૯ રન બનાવીને અણનમ રહ્યો.