Sports

બોલરોની ધમાલ અને સૂર્યા-રાહુલની કમાલથી ભારત જીત્યું

તિરૂવનંતપૂરમ : બુધવારે અહીં રમાયેલી પ્રથમ ટી-20 ઇન્ટરનેશનલમાં (T20 International) ઝડપી બોલર અર્શદીપ સિંહ અને દીપક ચાહરની વેધક સ્વીંગ બોલીંગ વચ્ચે કેશવ મહારાજની આક્રમક ઇનિંગની (Ening) મદદથી દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે 106 રન બનાવીને મૂકેલા 107 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની નોટઆઉટ અર્ધસદીઓ અને બંને વચ્ચેની નોટઆઉટ 93 રનની ભાગીદારીથી 16.4 ઓવરમાં 2 વિકેટના ભોગે કબજે કરીને 8 વિકેટે જીત મેળવી ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. લક્ષ્યાંક આંબવા મેદાવને પડેલી ટીમ ઇન્ડિયાને 17 રનના સ્કોરે રોહિત શર્મા અને વિરાટ કોહલીની એમ બે વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી સૂર્યાએ 33 બોલમાં 50 અને રાહુલે 56 બોલમાં 51 રનની નોટઆઉટ ઇનિંગ રમીને ભારતીય ટીમને જીત સુધી લઇ ગયા હતા.

  • અર્શદીપની આગેવાનીમાં ભારતીય બોલરોની કાતિલ બોલીંગ પછી કેશવ મહારાજની ઇનિંગથી દક્ષિણ આફ્રિકા 8 વિકેટે 106 રન બનાવી શક્યું
  • રોહિત અને વિરાટની વિકેટ ઝડપથી પડ્યા પછી સૂર્યકુમાર અને કેએલ રાહુલે 93 રનની નોટઆઉટ ભાગીદારી કરી ટીમને 16.4 ઓવરમાં જીતાડી

ભારતીય ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી ડાબોડી બોલર અર્શદીપ અને ચાહરની કાતિલ બોલીંગથી દક્ષિણ આફ્રિકાએ માત્ર 9 રનના સ્કોરે પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી માર્કરમ અને પાર્નેલની ભાગીદારીથી સ્કોર 41 રન થયો હતો. માર્કરમ 25 અને પાર્નેલ 24 રન કરીને આઉટ થયો હતો. તે પછી મહારાજે 35 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. ભારત વતી અર્શદીપે 3 જ્યારે ચાહર અને હર્ષલ પટેલે 2-2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top