Comments

ભારત અપૂર્ણ હિંદુ રાષ્ટ્ર બની રહેશે

Hinduism is the Last Hope for World Peace | IndiaFactsIndiaFacts

ઘણાં વર્ષો સુધી મને પાકિસ્તાનની મુલાકાત લઈ તેનો અભ્યાસ કરવાની અને તેનાં અખબારો માટે લખવાની તક મળી હતી. મારો ખાસ રસ બાંગ્લા દેશના સર્જન પછીનાં વીસ વર્ષ તે પ્રમુખ ઝીયા ઉલ હકકની વિદાય સુધીનો રહ્યો છે. તેના પહેલાંનાં ત્રીસેક વર્ષો પાકિસ્તાને પોતાનું ઇસ્લામીકરણ કરવાની કોશિશ કરી હતી, પણ તેને સફળતા નહોતી મળી. આજે પણ પાકિસ્તાનના કાયદા ભારત જેવા જ છે અને લાહોર અને કરાંચી તેમજ પેશાવરનાં લોકો ૪૨૦, ૩૦૨ અને ૧૪૪ થી પરિચિત છે કારણ કે ઉપખંડના ફોજદારી કાયદા ૧૯ મી સદીમાં ઢાકામાં અને દિલ્હી મેકોલે નામના એક અંગ્રેજે લખ્યા હતા અને આજે પણ દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના ગુના માટે કલમ ૧૫૩-એ લાગુ કરાય છે.

૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકામાં પાકિસ્તાને તેને બદલવાની કોશિશ કરી હતી અને કુરાનના કે ઇસ્લામના આદેશ મુજબની ગણાતી સજા દાખલ કરી હતી. તેમાં દારૂ પીનારને ૩૦ ફટકા જાહેરમાં મારવાની અને વ્યભિચાર કરનારને પથ્થર મારીને મારી નાંખવાની સજાનો સમાવેશ થાય છે. ચોરી અને લૂંટફાટ માટે કાંડેથી જમણો હાથ કાપી નાંખવાની સજા છે. એ જ વ્યકિત બીજી વાર ગુનો કરે તો તેનો પગ ઘૂંટીએથી કાપી નાંખવામાં આવે. પાકિસ્તાનના ગભરાયેલા ડોકટરોને આ સજાનો અમલ કેવી રીતે કરાવવો તેની તાલીમ અપાઇ હતી, પણ આ સજાનો કયારેય અમલ નહીં થયો. પાકિસ્તાનમાં કોઇને પથ્થર મારી મારી નાંખવાની સજા નથી થઇ કે કોઇના હાથ-પગ નથી કપાયા. સજા કેવળ કાગળ પર જ રહી છે. પણ ભારતના ન્યાયતંત્ર જેવા સમાન કાયદામાં તાલીમ પામેલા આધુનિક ન્યાયાધીશો સાથેનું આ આધુનિક રાજય નવી સજા કરાવવા સમર્થ નહીં રહ્યું! ખરેખર વર્ષો વીતતાં ગયાં તેમ પાકિસ્તાને ખરેખર તો પોતાના કાયદાને બિનસાંપ્રદાયિક રૂપ આપ્યું.

જનરલ પરવેઝ મુશર્રફના શાસનમાં બળાત્કાર સહિતના કેટલાક ગુનાઓ શરિયતની સજાને પાત્ર હતા, તેમાંથી પાકિસ્તાન દંડસંહિતાની સજાને પાત્ર બન્યા હતા. અન્ય ઘણા કાયદા એ પવિત્રતા અને ભકિતલક્ષી હતા તેમ હવે ઝાઝા કડક રહ્યા નથી. આવા કાયદાઓમાં મુસલમાનોને ઝૂકાન આપવાનું ફરજિયાત કરતો અને રમઝાનમાં રોજા રાખવાનું ફરજિયાત કરતો કાયદો પણ છે. તેની પાછળનું કારણ એ છે કે લોકશાહી શબ્દને સુસંગત થાય તેવા કાયદા રાખ્યા વગર રાજયની પાસે બીજો કોઇ વિકલ્પ નથી.

આ બધી વાતો કરવાનું કારણ એ છે કે પાકિસ્તાને એ વીસ વર્ષમાં જે કંઇ કર્યું તે જ તબકકામાંથી ભારત આજે પસાર થઇ રહ્યું છે. ભારત પાકિસ્તાનની જેમ લઘુમતીઓને પણ રાજકારણમાંથી બાકાત રાખી રહ્યું છે. આજે ભારતમાં કોઇ મુસ્લિમ મુખ્ય પ્રધાન નથી અને શાસક પક્ષના ૩૦૩ સભ્યોમાં કોઇ મુસ્લિમ સંસદસભ્ય નથી. પંદર રાજયોમાં કોઇ મુસ્લિમ પ્રધાન પણ નથી. મુસ્લિમો ભારતની રાજધાનીમાં નિર્દિષ્ટ કરેલા વિસ્તારમાં નમાઝ અદા કરી શકતા નથી. મસ્જિદોને કાયમ નિશાન બનાવવામાં આવે છે.

ભારતીય જનતા પક્ષના શાસનની ઘણાં રાજયોમાં ૨૦૧૪ પછી લઘુમતીઓ, ખાસ કરીને મુસલમાનોને નિશાન બનાવતા કાયદા બનાવ્યા છે. વડા પ્રધાનના પ્રોત્સાહનથી ભારતીય જનતા પક્ષની મહારાષ્ટ્ર અને હરિયાણા સરકારોએ ગૌવંશનું માંસ રાખવાનું ગુનો ગણતો કાયદો કર્યો હતો જેને કારણે ટોળાંશાહી હત્યા આજે પણ ચાલુ છે. ભલે તે ઓછા પ્રમાણમાં હોય. ગુજરાતમાં ગૌવંશની કતલના ગુના સબબ આજીવન કેદની સજા થાય છે ભલે તે પછી આર્થિક ગુનો હોય.

ભારતીય જનતા પક્ષના શાસન હેઠળનાં રાજયો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં હિંદુ અને મુસલમાન વચ્ચેના આંતરધર્મી લગ્નને ગુનો ગણવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશે વિરોધ કરનારાઓની મિલ્કત જપ્ત કરવાના ઉત્તર પ્રદેશમાં ૨૦૨૦ નો કાયદો અપનાવવાનો ઇરાદો જાહેર કર્યો છે. નાગરિકતા સુધારાધારાનો વિરોધ કરવા બદલ રાજયે કેટલાય મુસલમાનોને મારી નાંખ્યા પછી ઉત્તર પ્રદેશે સદરહુ કાયદો ઘડયો હતો. નાગરિકતા સુધારા ધારો અને નેશનલ રજિસ્ટર ઓફ ઇન્ડિયન સિટીઝન કાયદાની જેમ મુસલમાનોને નિશાન બનાવે છે અને આસામમાં જે થયું તે અન્યત્ર કરવાનું ધ્યેય ધરાવે છે. પાકિસ્તાનમાં એ બે દાયકામાં જે કંઇ થયું તે મોદીના વર્ષ તરીકે હવે ગણાય છે. તેનું ધ્યેય હિંદુ સમાજની કે સીમાંત કે ગરીબ જ્ઞાતિનાં લોકોની ઉન્નતિનું નથી. આ કાયદા ધિકકાર અને અસહિષ્ણુતામાંથી બન્યા છે અને ગભરાઇને કે મેળાપીપણામાં ન્યાયતંત્ર પણ તેમાં દખલ નથી કરતું અને કાશ્મીરમાં મુસ્લિમોના હેનિયસ કોર્પસના મામલે ગલીઓ કાઢે છે.

પ્રશ્ન એ છે કે આવું કયાં સુધી ચાલશે અને ભારત કયાં જઇને અટકશે? લાંબુ નહીં ચાલે. ઇસ્લામીકરણ કરવાના પાકિસ્તાનના પ્રયાસો બે દાયકા માંડ ચાલ્યા. ભારતમાં કાનૂની ગેરવર્તાવ તેનાથી અડધો સમય પણ નહીં ચાલે અને ભારતની કોઇ આખરી મંઝિલ નથી. ભારતમાં જે ઝેર ફેલાવાયું છે તે ૨૦૧૪ પહેલાં હતું તેવું નાકામિયાબ બની જશે. આધુનિક ભારતમાં આવા ધખારાને સ્થાન નથી. હિંદુત્વનો પ્રોજેકટ નાશ પામશે અને જેમ પાકિસ્તાન એક અપૂર્ણ ઇસ્લામી પ્રજાસત્તાક છે તેમ ભારત પણ અપૂર્ણ હિંદુ રાષ્ટ્ર બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top