રશિયા તેના વધારાના ગૅસનો કેટલોક હિસ્સો ઈરાનને વેચવા માંગે છે. હકીકતમાં યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ યુરોપિયન યુનિયને રશિયા પાસેથી ગૅસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જેના કારણે રશિયા તેના માટે નવા ગ્રાહકો શોધી રહ્યું છે. રશિયાથી ઈરાન સુધીની જે પ્રસ્તાવિત ગૅસ પાઇપલાઇન પર બંને દેશો વાટાઘાટો કરી રહ્યા છે, તેના પર સમજૂતી થઈ જશે તો આ પાઇપલાઇન અઝરબૈજાન થઈને પાથરવામાં આવશે. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ શુક્રવારે રશિયન ઊર્જા મંત્રી સર્ગેઈ સિવાલેવને ટાંકીને આ માહિતી આપી હતી. પુતિને કહ્યું કે રશિયા દર વર્ષે ઈરાનને 55 અબજ ઘન મીટર ગૅસ સપ્લાય કરી શકે છે. ન્યૂયૉર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચેનો તાજેતરનો કરાર સૈન્ય મુદ્દા કરતાં આર્થિક મુદ્દા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ તે પશ્ચિમને પડકારવાની એક સમાન ઇચ્છા ધરાવતા બંને દેશોને નજીક લાવશે. વૉશિંગ્ટનસ્થિત થિંક ટૅન્ક વિલ્સન સેન્ટરના એશિયા પ્રોગ્રામના ડેપ્યુટી ડિરેક્ટર માઈકલ કુગેલમેન કહે છે, “ભારત ખચકાટ અનુભવી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી.”
“યુક્રેન પર રશિયાનું આક્રમણ દાયકાઓના સૌથી ખરાબ આક્રમણ પૈકીનું એક છે અને પશ્ચિમ સાથે ભારતના સંબંધો ક્યારેય મજબૂત નથી રહ્યા તે જોતાં, દર્શક બનીને બેસવું એ ભૂતકાળની સરખામણીએ હવે એક મોટો રાજકીય જુગાર છે.”
અમેરિકા હવે ભારતને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દાખલા તરીકે, બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે – ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વરસે આઠ અબજ ડૉલરની સરખામણીએ ભારત અને અમેરિકા વચ્ચેનો વાર્ષિક વેપાર ખુબ મોટો છે.
પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કાર ઉપયોગ કરી શક છો રાજકીય બાબતોનાં યુ. એસ. અંડર સેક્રેટરી ઑફ સ્ટેટ વિક્ટોરિયા નુલેન્ડ આ અઠવાડિયે દિલ્હીની મુલાકાતે આવ્યાં હતાં, અને તેમના શબ્દો હતા કે, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે “વિસ્તૃત અને ગહન ચર્ચા” થઈ હતી. નુલેન્ડે ભારત અને રશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો સ્વીકાર કર્યો, પરંતુ કહ્યું કે “હવે સમય બદલાયો છે” અને “ભારતની વિચારસરણીમાં સુધારો થયો છે”. વિક્ટોરિયા નુલેન્ડે પત્રકારોને જણાવ્યું હતું કે યુ. એસ. અને યુરોપ ભારતના મજબૂત “સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારો” બનવા ઇચ્છુક છે. તેમણે કહ્યું કે યુ. એસ. ભારતને રશિયન સંરક્ષણ પુરવઠા પરની તેની નિર્ભરતામાંથી મુક્ત કરવામાં મદદ કરી શકે છે. નુલેન્ડે નોંધ્યું હતું કે, યુદ્ધ એ “આપખુદ-લોકશાહી સંઘર્ષ” માં એક મુખ્ય પરિવર્તનબિંદુ હતું જેમાં ભારતનું સમર્થન જરૂરી હતું.
યુ. એસ. તરફથી સ્પષ્ટ સંદેશ અંગે કુગેલમેન કહે છે, “આ અજાણ્યું ક્ષેત્ર હોઈ શકે છે”.
પરંતુ દેશ રાજકીય દબાણ હેઠળ છે એવું ભારતીય નિષ્ણાતો માનતા નથી.તેઓ એ હકીકત તરફ ધ્યાન દોરે છે કે ક્વાડના અન્ય સભ્યો ભારત પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને યુક્રેનને ભારતની માનવતાવાદી સહાયની યુ. એસ.એ નોંધ લીધી હતી. ભૂતપૂર્વ ભારતીય રાજદૂત જિતેન્દ્રનાથ મિશ્રા કહે છે, “ક્વાડમાં અલગ પડી ગયેલો કોઈ એક દેશ હોય તો તે ભારત નહીં, યુ. એસ. છે.” અને રશિયન શસ્ત્રો અથવા ઑઇલ ખરીદવા વગેરે ઉપર ગવપ્રતિબંધો દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીને નબળી પાડવાથી યુ. એસ.ને ફાયદો થવાનો નથી, તે ઇચ્છે છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત ચીન સામે કાઉન્ટરવેઇટની ભૂમિકા ભજવે
