Sports

ટેબલ પોઈન્ટ પર ટોચનું સ્થાન હાંસલ કરનાર ભારત આ દિવસે રમશે સેમિફાઈનલ મેચ

કોલકત્તા: બર્થ ડે બોય વિરાટ કોહલીની (ViratKohli) 49મી સદી અને રવિન્દ્ર જાડેજાની (RavindraJadeja) પાંચ વિકેટ સાથે આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની (ICCODIWORLDCUP2023) 37મી મેચમાં ભારતે (IndianCricketTeam) રવિવારે દક્ષિણ આફ્રિકાની (SouthAfrica) ટીમને 243 રનથી હરાવીને વર્લ્ડ કપ 2023માં સતત આઠમી એકતરફી જીત નોંધાવી છે. 

રવિવારે કોલકાતામાં રમાયેલી આ મેચમાં આફ્રિકાની ટીમે ભારતીય બોલરો સામે શરણાગતિ સ્વીકારી અને સમગ્ર ટીમ માત્ર 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન પાક્કું કરી લીધું છે. હવે ભારતને પહેલાં સ્થાન પરથી કોઈ હટાવી શકે નહીં.

ટેબલ પોઈન્ટમાં દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. ભારતની આ જીતનો અર્થ એ છે કે ટીમ ઈન્ડિયા લીગ તબક્કાના અંત પછી પણ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેશે. આનો અર્થ એ પણ છે કે ભારત ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ રમશે. જો કે 15 નવેમ્બરે યોજાનારી આ મેચમાં ભારતનો મુકાબલો કઈ ટીમ સાથે થશે તે જોવું રહ્યું. 

દક્ષિણ આફ્રિકા સામે ભારતના 16 પોઈન્ટ છે. ભારત લીગ તબક્કાની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે રમવાનું છે. જો ભારત નેધરલેન્ડને હરાવે તો ટેબલ પોઈન્ટમાં 18 પોઈન્ટ મેળવી ઈતિહાસ બનાવશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા ચાલુ ટુર્નામેન્ટમાં ટેબલ ટોપર છે અને આ મેચ પહેલા બંને ટીમો અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને હતી. આ મેચની પોઈન્ટ ટેબલ પર કોઈ ખાસ અસર થઈ નથી. બસ ટીમ ઈન્ડિયાએ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. 

દક્ષિણ આફ્રિકાના હવે 8 મેચમાં 6 જીત અને 2 હાર સાથે 12 પોઈન્ટ છે. આફ્રિકન ટીમનો નેટ રન રેટ હજુ પણ +1.376 છે. આ સિવાય પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન પાંચમા ક્રમે, અફઘાનિસ્તાન છઠ્ઠા, શ્રીલંકા સાતમા, નેધરલેન્ડ આઠમા, બાંગ્લાદેશ નવમા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ છેલ્લા સ્થાને છે.

જો મેચની વાત કરીએ તો ટોચની બે ટીમો વચ્ચેની મેચમાં કોહલીના અણનમ 101 અને શ્રેયસ અય્યરની 77 રનની ઈનિંગના આધારે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને પાંચ વિકેટે 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે ત્રીજી વિકેટ માટે 134 રનની ભાગીદારી થઈ હતી અને આ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો.

Most Popular

To Top