‘લદ્દાખ નજીક ફરકતા પણ નહી’, તાઈવાન સાથે તણાવ વચ્ચે ભારતની ચીનને ચેતવણી – Gujaratmitra Daily Newspaper

World

‘લદ્દાખ નજીક ફરકતા પણ નહી’, તાઈવાન સાથે તણાવ વચ્ચે ભારતની ચીનને ચેતવણી

નવી દિલ્હી: ભારતે(India) પૂર્વ લદ્દાખ(East Ladakh)માં સરહદ(border) નજીક ફાઈટર એરક્રાફ્ટ(Fighter aircraft) ઉડાવવા(Fly) અંગે ચીન(China)ને કડક ચેતવણી આપી છે. ભારતે ચીનને તેના ફાઈટર પ્લેનને લદ્દાખ બોર્ડર(Ladakh border)થી દૂર રાખવા કહ્યું છે. વાસ્તવમાં, ભૂતકાળમાં, ચીનના ફાઇટર પ્લેન(Fighter Plain) ભારતની સરહદની ખૂબ નજીક આવી ગયા હતા. એક તરફ ચીન અને તાઈવાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તો આ તરફ ભારતે ચીનને આપી દીધી છે તે પોતાના ફાઈટર પ્લેનને લદ્દાખ બોર્ડરથી દૂર રાખે. યુએસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદથી ચીન ગુસ્સે છે. તેના વિરોધમાં ચીન તાઈવાનની સરહદે આવેલા વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ પણ કરી રહ્યું છે. ભારતે આ મુદ્દે ચીન સાથે સૈન્ય સ્તરે બેઠક બોલાવી હતી. જેમાં ભારતે પૂર્વ લદ્દાખમાં ચીનની ઉશ્કેરણીજનક ગતિવિધિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.

‘વિમાન ઉડતી વખતે તેની સીમામાં રહે’
સરકારી સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ વિશેષ સૈન્ય બેઠક મેજર જનરલના નેતૃત્વમાં યોજાઈ હતી. આ દરમિયાન એરફોર્સના એર કોમોડોર પણ હાજર હતા. પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે આ પહેલો કિસ્સો હતો, જ્યારે ભારતીય વાયુસેનાના અધિકારીએ સૈન્ય સ્તરની વાટાઘાટોમાં ભાગ લીધો હતો. આ બેઠક મંગળવારે ચુનશુલ મોલ્ડોમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મીટિંગમાં ભારતે ચીનને સ્પષ્ટ કર્યું હતું કે વિમાન ઉડતી વખતે તેની સીમામાં રહે. ઉપરાંત તેઓ LAC અને 10 km CBM લાઇનને અનુસરે છે.

એલએસી પરની હવાઈ ગતિવિધિઓ પર સતત નજર: એર ચીફ માર્શલ
એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું હતું કે ભારત એલએસી પરની હવાઈ ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે LAC પર ચીનની કોઈપણ ગતિવિધિ જોતા જ અમે ફાઈટર એરક્રાફ્ટ પણ તૈનાત કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે ભારતીય સેના પૂર્વી લદ્દાખમાં LAC પર રડાર લગાવી રહી છે, જેથી અમે હવામાં કોઈપણ હિલચાલ પર નજર રાખી શકીએ. હકીકતમાં, પૂર્વી લદ્દાખમાં વિવાદને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ છે. બીજી તરફ ચીન તરફથી પણ આ વચ્ચે ઉશ્કેરણીજનક ગતિવિધિઓ થઈ રહી છે. છેલ્લા 1-2 મહિનામાં ચીની ફાઈટર એરક્રાફ્ટ ભારતીય સરહદની ખૂબ નજીક આવી ગયા હતા. જો કે ભારત તેના પર નજર રાખી રહ્યું છે.

Most Popular

To Top