નવી દિલ્હી: ભારતીય ટીમને ટેસ્ટ-20 (T-20) અને બે ટેસ્ટ સિરીઝ માટે નવા કેપ્ટનની પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકા (Srilanka) સામેની ત્રણ ટી20 અને બે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની (Indian team) જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ (Chetan sharma) શનિવારે એટલે કે 19 ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ટીમના નવા કેપ્ટનની (captain) જાહેરાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્માને (Rohit Sharma) ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હવે ત્રણેય ફોર્મેટની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. વિરાટ કોહલી અને રિષભ પંતને T20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં પુજારા અને રહાણેની પસંદગી કરવામાં આવી નથી.
વિરાટ કોહલી અને ઋષભ પંતને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 અને શ્રીલંકા સામેની સમગ્ર T20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલને શ્રીલંકા સામેની ટી-20 અને ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરવામાં આવ્યો નથી. ઉત્તર પ્રદેશના લેફટ સ્પિનર સૌરંભ કુમારનો પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે સ્ટેન્ડબાય તરીકે દક્ષિણ આફ્રિકા ગયો હતો.
રહાણે અને પુજારા ટેસ્ટ ટીમની બહાર
અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ચેતન શર્માએ ટીમની જાહેરાત સમયે કહ્યું હતું કે બંને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જ બહાર થઈ ગયા છે. તે બંને રણજી ટ્રોફી રમી રહ્યા છે. રણજીમાં ભારતના બે મોટા ખેલાડીઓ રમી રહ્યા છે તે ઘણી સારી વાત છે.
રાહુલ અને સુંદર ઈજાગ્રસ્ત, બુમરાહ T20 અને ટેસ્ટમાં વાઇસ-કેપ્ટન
દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટેસ્ટ ટીમનું સુકાન સંભાળનાર ઓપનર બેટ્સમેન કે.એલ રાહુલ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને અનફિટ હોવાના કારણે શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. રાહુલની જગ્યાએ બુમરાહ ટેસ્ટ અને T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હશે.
ભારત અને શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ
શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ T20 મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં રમાશે. આ પછી 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં બે T20 મેચ રમાશે. ટેસ્ટ શ્રેણીની શરૂઆત મોહાલીમાંથી શરૂ થશે. પ્રથમ મેચ 4 માર્ચથી 8 માર્ચ સુધી રમાશે. આ પછી બીજી અને અંતિમ ટેસ્ટ બેંગલુરુમાં 12 થી 16 માર્ચ દરમિયાન રમાશે.