ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો અંત આવી ગયો છે, ભારતે આ ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ (India win 7 medal) જીત્યા છે. એક ગોલ્ડ (Gold medal) સિવાય ભારતે બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
અમેરિકા (America)એ 39 ગોલ્ડ મેડલ સહિત 113 મેડલ સાથે મેડલ ટેલી (Medal tally)માં ટોચ પર છે, જ્યારે ચીન (China) 38 ગોલ્ડ મેડલ સહિત કુલ 88 મેડલ સાથે બીજા ક્રમે છે. 27 ગોલ્ડ સહિત 58 મેડલ સાથે યજમાન જાપાન ત્રીજા સ્થાને રહ્યું. ભારતીય રમતના ચાહકો ઓલિમ્પિકમાં ગયેલા ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ ચીને ભારતના પ્રદર્શન પર કટાક્ષ કર્યો છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆએ ભારતના પ્રદર્શન પર કટાક્ષ કરતા લખ્યું, ‘વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું અભિયાન માત્ર એક ગોલ્ડ મેડલ સાથે સમાપ્ત થયું. ભારતને માત્ર 1 ગોલ્ડ મેડલ મળ્યો છે.
હકીકતમાં, ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા છે, જે કોઈપણ ઓલિમ્પિકમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ભારતે 2012 લંડન ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા હતા. શિન્હુઆ આગળ જણાવે છે કે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે ભારત 93 મેડલ વિજેતા દેશોમાં 48 મા ક્રમે છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં 127 રમતવીરોની ટુકડી મોકલી હતી, પરંતુ માત્ર સાત જ સફળ રહ્યા હતા. શિન્હુઆએ લખ્યું છે કે જ્યારે કોઈ ભારતમાં મેડલ જીતે છે, ત્યારે ચર્ચા તીવ્ર બને છે, પરંતુ પછી બધા શાંત થઈ જાય છે.
એટલું જ નહીં ગ્લોબલ ટાઇમ્સે પણ ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શનની ચર્ચા કરી છે. તેમાં લખ્યું છે કે ભારતને માત્ર એક ગોલ્ડ મેડલ અને કુલ સાત મેડલ મળ્યા છે. આ દર્શાવે છે કે ભારતને ઘણી બાબતોના આધુનિકીકરણમાં લાંબી મજલ કાપવાની છે. જોકે, ભારતના પ્રદર્શન પર પડોશી પાકિસ્તાન તરફથી સોશિયલ મીડિયા પર ખૂબ જ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. પાકિસ્તાનમાં લોકોએ ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી છે.
ટોક્યો ઓલિમ્પિકમાં અમેરિકાએ 39 ગોલ્ડ મેડલ સહિત 113 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ચીન 38 ગોલ્ડ મેડલ સહિત કુલ 88 મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું. 27 ગોલ્ડ સહિત 58 મેડલ સાથે યજમાન જાપાન ત્રીજા સ્થાને રહ્યું. જ્યારે ભારત એક ગોલ્ડ મેડલ સાથે 48 માં અને કુલ મેડલની દ્રષ્ટિએ 33 મા ક્રમે છે.