નવી દિલ્હી : લગભગ 15 મહિના આમને-સામને રહ્યા બાદ ભારતીય (India) અને ચીની (China) સેના (Army)ઓએ પૂર્વ લદ્દાખ (Ladakh)ના ગોગરાથી પોત પોતાના સૈનિકોને પાછા ખેંચવાની (Take return) પ્રક્રિયા પૂર્ણ કરી છે અને અહીની સ્થિતિ પહેલાની સ્થિતિ જેવી થઈ ગઈ છે. એમ ભારતીય સેનાએ શુક્રવારે જણાવ્યું હતું. બંને દેશો 31 જુલાઈના રોજ બંને પક્ષો વચ્ચે કોર કમાન્ડર (commander) સ્તરની વાતચીત બાદ બંને દેશોએ પૂર્વ લદ્દાખના ગોગરા વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પરત બોલાવી દીધા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, વિસર્જનની પ્રક્રિયા 4 અને 5 ઑગસ્ટ દરમિયાન હાથ ધરવામાં આવી હતી અને બંને પક્ષોના સૈનિકો હવે પોત પોતાના સ્થાયી બેઝ પર પરત ફર્યા છે. ગોગરા પોઇન્ટ પેટ્રોલિંગ પોઇન્ટ-17 એ તરીકે પણ ઓળખાય છે. બંને દેશો દ્વારા પૂર્વ લદ્દાખના ગલવાન અને પેંગોંગ ત્સો તળાવ વિસ્તારમાંથી સૈનિકોના વિસર્જન બાદ હવે આ ત્રીજો વિસ્તાર છે જ્યાંથી સૈનિકોનું વિસર્જન કરવામાં આવ્યું છે. આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને પક્ષો દ્વારા આ વિસ્તારમાં બનાવવામાં આવેલા કામચલાઉ અને માળખાં અને તેની સાથે જોડાયેલ અન્ય માળખાને તોડી નાખવામાં આવ્યા છે અને બંને પક્ષો દ્વારા આ અંગે ચકાસણી કરવામાં આવી હતી. હાલમાં આ વિસ્તારમાં પહેલા જેવી સ્થિતિ થઈ ગઈ છે.
સેનાએ જણાવ્યું હતું કે, આ સાથે એક વધુ સંવેદનશીલ વિસ્તારમાં ટકરાવ ઉકેલાઈ ગયો છે. આ ઉપરાંત, બંને પક્ષોએ વાટાઘાટોને આગળ વધારવા અને પશ્ચિમ ક્ષેત્રમાં એલએસી સાથે બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સરકાર દ્વારા પૂર્વ લદ્દાખને પશ્ચિમ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આઈટીબીપી સાથે ભારતીય સેના રાષ્ટ્રની સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવા અને પશ્ચિમ ક્ષેત્રમાં એલએસી વિસ્તારમાં શાંતિ અને સુલેહ જાળવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સેનાએ કહ્યું હતું કે, બંને પક્ષોએ ગોગરામાં તબક્કાવાર, સંકલિત અને ચકાસાયેલ રીતે આ વિસ્તારમાં આગળમાં વિસ્તારમાં સૈન્યની જમાવટ બંધ કરી દીધી છે.
ગોગરામાં એલએસીને ચુસ્ત રીતે માન આપવા બંને દેશો સહમત થયા છે
લશ્કરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિસર્જન કરાર તે સુનિશ્ચિત કરે છે કે ગોગરામાં વાસ્તવિક નિયંત્રણ રેખાનું બંને પક્ષો દ્વારા કડક રીતે નિરીક્ષણ અને પાલન કરવામાં આવશે અને વર્તમાન સ્થિતિમાં કોઈ એકપક્ષીય ફેરફાર થશે નહીં. દેખીતી રીતે ૩૧ જુલાઇની લશ્કરી મંત્રણામાં બંને દેશો આ બાબતો પર સહમત થયા છે.