લગ્નપ્રસંગે નવદંપતીનું દામ્પત્ય મંગલમય બને એવી શુભેચ્છાથી જ ‘કુર્યાત સદા મંગલમ’ના શ્લોકો ઉચ્ચારાય છે. તેમજ હૃયદના આશીર્વાદ સાથે ચાંલ્લો કે ભેટ પણ અપાય છે. તાજેતરના વેલ્યુ ઓફ સ્ટેટેટીક્સના ડેટા પ્રમાણે સર્વે પ્રમાણે પરિવાર વ્યવસ્થાને મૂલ્યોને જાળવી રાખવામાં સમગ્ર દુનિયામાં ભારત ટોચે હોવાનું નોંધાયુ છે. અહીં છૂટાછેડાના મામલા માત્ર એક ટકા જ થાય છે. જ્યારે ઘણા દેશોમાં 94 ટકા સબંધ તૂટી જતા હોય છે. વિયેટનામ બીજા નંબરે આવે છે. તાજકિસ્તાનમાં 10 ટકા, ઈરાનમાં 14 ટકા, મેક્સિકોમાં 17 ટકા, સબંધો છૂટાછેડા સુધી પહોંચે છે.
સૌથી ઓછા છૂટાછેડાના કેસ ધરાવતા દેશોમાં ઈજિપ્ત, દ.આફ્રિકા, બ્રાઝીલ, તુર્કી અને કોસંબીયા, રશિયામાં 73 ટકા, યુક્રેનમાં 70 ટકા, ભારતમાં સંબંધ વધારે ચાલવાનું કારણ સાંસ્કૃતિક છે. પરિવાર વ્યવસ્થા જાળવી રાખવા પર વધારે ભાર મૂકવામાં આવે છે. યુરો, અમેરિકામાં પરિવારો વધારે વિખેરાય રહ્યા છે. લગ્ન પોતે જ સહકારાત્મક પ્રવૃત્તિ છે. દામ્પત્ય સંબંધોમાં ને વ્યવહારોમાં કુટું, કેન્દ્રિયતા વિકસાવવી જોઈએ. બંનેએ અધિકારો અને હક્કોને બદલે ફરજો અને જવાબદારીઓની ભાષા અપનાવવી જોઈએ. જીવનલક્ષી, પ્રેરણાદાયીને ઉત્સાહપ્રદ પ્રેરક સાહિત્ય રાખી ઘરનાં સભ્યોમાં એ વિશે રૂચિને ઉત્સાહ પ્રગટાવજો.
તો તમારું ઘર સુખનો સાગર બનશે. તમારા ઘરને રસિક, આકર્ષક અને સુશોભિત બનાવવા માટે શકાય તે તમામ કોશિષ કરજો. આર્થિક ભીંસ હોય ત્યારે પણ હિંમતપૂર્વક, સ્મિતભર્યા ચહેરા સાથે પતિની ભૂલ કાઢ્યા વગર ઘર ચલાવી જાણજો. તો તમારો ઉભયનો પ્રેમ ઉત્તરોત્તર વધતો જશે. તમારા વિશ્રામના સમયનો અડધો ભાગ તમારા જીવનસંગીની માટે રાખજો. પત્નીને પ્રસન્ન રાખવા એના જન્મદિને મેરેજ એનીવર્સરીએ ભોજન કરવા લઈ જજો. તો તમારો સંસાર સ્વર્ગ બનશે. નાની નાની બાબતોમાં પણ સમાધાનવૃત્તિ કેળવી દાંમ્પત્યજીવનની મધુરતા જાળવજો.
જહાંગીરપુરા- ભગુભાઈ પ્રે. સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચેક રીટર્ન કેસમાં સજા આકરી કરો!
દેશનાં રાજ્યોનાં તમામ શહેરોમાં ચાલતા વિવિધ પ્રકારનાં વેપાર વિનીમયમાં ચુકવણી ચેંકો દ્વારા થતી હોય છે. જેમાં આજે પહેલાના કેસોમાં આપેલા ચેકો રીર્ટનની ઘટના એ વેપારીઓ માટે દર્દનોક સમસ્યા બની ગઈ છે ! હાલમાંજ પાટણમાં 5.50 લાખનો ચેક રીર્ટન કેસમાં પાટણની જ્યુડીશીયલ કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર એટલે કે 11 લાખની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો ! ચેક રીર્ટનની સમસ્યા માત્ર વેપારીઓ માટે જ નહી આપની જનતા અને બેન્કો માટે મોટી સમસ્યા બની રહી છે ! જેના કંઈક અંશે નિવારણ રૂપે સરકારે કાયદામાં જરૂરી સુધારા કરી ચેક રીર્ટનનાં કેસમાં આરોપીની સજા વધુ આકરી કરવી જરૂરી છે અને વળતરની રકમ વસુલવા અંગે આરોપીની સ્થાવર અને જંગમ મિલ્કતો પર કાર્યવાહી કરવાની જોગવાઈ હોવી જ જોઈએ જેથી ઈરાદાપૂર્વક થતી ચેક રીર્ટનની ઘટનાઓ પર અંકુશ મૂકી શકાય!
સુરત – રાજુ રાવલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.