National

ભારતે માત્ર 92 દિવસમાં 12 કરોડ વેક્સિન ડોઝ આપીને રેકોર્ડ કર્યો

નવી દિલ્હી,તા.12 (પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ભારતે 12 કરોડ રસીકરણના આંકડા સુધી પહોંચવામાં માત્ર 92 દિવસનો સમય લીધો છે જે અન્ય દેશોની સરખામણીમાં સૌથી ઝડપી છે. ભારત પછી યુ.એસ.નો ક્રમ આવે છે જેણે 97 દિવસ અને ચીનને 108 દિવસનો સમય લાગ્યો છે.

વિશ્વમાં સૌથી મોટી રસીકરણ અભિયાનના ભાગરૂપે દેશમાં સંચાલિત કોવિડ-19 રસી ડોઝની કુલ સંખ્યા 12 કરોડને વટાવી ગઈ છે.
કામચલાઉ રૂપે, સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ 18,15,325 સત્રો દ્વારા 12,26,22,590 રસી ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં 91,28,146 હેલ્થકેર વર્કર્સ (એચસીડબ્લ્યુ) અને જેમણે પ્રથમ ડોઝ લીધો છે અને 57,08,223 એચસીડબ્લ્યુ જેઓએ બીજા ડોઝ લીધા છે, 1,12,33,415 એફએલડબ્લ્યુ જેઓ પ્રથમ ડોઝ લીધા છે અને 55,10,238 એફએલડબ્લ્યુ જેઓએ બીજો ડોઝ લીધો છે.

આ ઉપરાંત 4,55,94,522 અને 38,91,294 લાભાર્થીઓને 60 વર્ષથી વધુ વયના છે જેમણે પ્રથમ અને બીજા ડોઝ આપવામાં આવ્યા છે અને 45 થી 60 વર્ષ દરમિયાનના પહેલો ડોઝ લેનારાઓની સંખ્યા 4,04,74,993 અને બીજો ડોઝ લેનારાઓની સંખ્યા 10,81,759 છે
દેશમાં અત્યાર સુધી આપવામાં આવેલા કુલ ડોઝમાં આઠ રાજ્યોનો હિસ્સો 59.5 ટકા છે. ચાર રાજ્યો ગુજરાત (1,03,37,448), મહારાષ્ટ્ર (1,21,39,453), રાજસ્થાન (1,06,98,771) અને યુપી (1,07,12,739) એ અત્યાર સુધીમાં પ્રત્યેક 1 કરોડથી વધુ ડોઝ આપ્યા છે મંત્રાલયે કહ્યું કે, ગુજરાતે 16 એપ્રિલે 1 કરોડ રસી પૂર્ણ કરી હતી જ્યારે અન્ય ત્રણ રાજ્યોએ 14 એપ્રિલે તેને હાંસલ કરી હતી.

Most Popular

To Top