Business

ભારતમાં ટેસલાના ઉત્પાદનને લઈને એલન મસ્કનો મોટો દાવો

નવી દિલ્હી : એક વર્ષ પહેલા ભારતમાં (India) ટેસલા (Tesla) અંગેની યોજના મસ્કે (Muske) મુલતવી રાખી હતી. હવે આ નિર્ણયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ટેસલા વિશ્વની સૌથી મોટી ઈવી કાર (EV car) ઉત્પાદક કંપની છે. એલોન મસ્કે એવો દાવો કર્યો છે કે ભારતમાં ટેસલા પ્લાન્ટ ઉભો કરવા જઈ રહી છે. આ પ્લાન્ટ માટે 2023ના અંત સુધીમાં સ્થળ શોધી લેવામાં આવશે.

વિશ્વના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક ભારતમાં ઈલેક્ટ્રીક કાર ટેસલા બનાવવા માટે પ્લાન કરશે કે નહી તેની ફરી એક વાર ચર્ચા થઈ રહી છે. એક ઈન્ટરવ્યુમાં ઈલોન મસ્કેને ભારતમાં ટેસલા બનાવવાની યોજના વિશે પુછવામાં આવ્યુ કે, તે ભારતમાં ટેસલા બનાવવા માટે પ્લાન કરી રહ્યા છે કે નહીં તો આ સવાલના જવાબમાં તેમણે હા પાડી હતી. તેમને એમ પણ જણાવ્યુ હતું કે 2023ના અંત સુધીમાં ભારતમાં પ્લાન્ટ ઉભો કરવા માટેનું સ્થળ શોધવામાં આવશે.

ટેસલાની ટીમ બે દિવસની મુલાકાતે ભારત આવી હતી
મળતી માહિતી અનુસાર ભારતમાં ટેસલાની ટીમ બે દિવસની મુલાકાતે આવી હતી. ટેસલા ભારતમાં ઈવી ઉત્પાદન કરવા માટે રાજી છે. આ માટે સરકાર સાથે PLI સ્કીમ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.  તમને જણાવી દઈએ કે આ પહેલા એલોન મસ્કે ભારતના હઈ ઈમ્પોર્ટ ટેક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને ખરાબ બતાવી હતી. પરંતુ હવે તેમની આ વાતમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

ટેસલા અંગે કેંદ્રીય મંત્રી નીતીન ગટકરીએ જણાવતા કહ્યુ..
ટેસલા અંગે કેંદ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યુ હતુ કે, જો ટેસલા કંપની ભારતમાં ઈવી કાર બનાવવા માટે તૈયાર છે તો ભારત સરકારને કોઈ સમસ્યા નથી. ભારત સરકારના નિયમોનું પાલન કરી કોઈ પણ કંપની અહીં પ્લાન્ટ નાંખી શકે છે.

EVને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનનો મોટો નિર્ણય
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈલેક્ટ્રીક વ્હીકલને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે વર્ષ 2030 સુધીમાં ભારતમાં કાર વેચાણમાં ઈવીનો હિસ્સો વધીને 30 ટકા થાય. આ ટાર્ગેટ હાંસલ કરવા માટે દેશને ટેસ્લા જેવી કંપનીની પણ જરૂર છે. કંપની અને તેના સીઈઓ મસ્ક પણ આ વાત સમજે છે. જણાવી દઈએ કે હાલમાં ભારતમાં કુલ વેચાણમાં ઈવીનો હિસ્સો માત્ર એક ટકા છે.

Most Popular

To Top