લોકડાઉનની બીકે ફરી આ શહેરમાં દારૂ ખરીદવા લાંબી લાઇન લાગી, એક જ દિવસમાં 210 કરોડનો દારૂ વેચાયો

તમિલનાડુ: કોરોનાની (Corona) ત્રીજી લહેરમાં (Third Wave) દેશભરમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. હાલમાં દેશમાં કુલ 14 લાખથી વધુ પોઝિટિવ એક્ટિવ કેસ છે. દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યૂ સહિત અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. કોરોનાના કેસ હજુ વધે તેમ નિષ્ણાતો જણાવી રહ્યાં છે ત્યારે લોકડાઉન ફરી લાગુ પડે તેવો ભય ઉભો થયો છે, જેના પગલે દેશવાસીઓ ફરી એકવાર આવશ્યક ચીજવસ્તુનો સ્ટોક કરવા માંડ્યા છે. નવાઈની વાત તો એ છે કે કોરોનાની પહેલી લહેરમાં 3 મહિના લાંબુ લોકડાઉન ખૂલ્યું ત્યાર બાદ જેમ દેશના અનેક શહેરોમાં લોકોએ દારૂની બોટલ ખરીદવા લાઈનો લગાવી હતી તે જ રીતે અત્યારે સંભવિત લોકડાઉનના ભયથી જ દક્ષિણ ભારતના એક શહેરમાં લોકોએ દારૂ ખરીદવા લાઈનો લગાવી છે.

  • દેશમાં કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ 14 લાખથી વધુ, દૈનિક અઢી લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે
  • દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યૂ સહિતના નિયંત્રણો લાદવામાં આવતા લોકોમાં ભય
  • તમિલનાડુના 3 જિલ્લા કાંચીપુરમ, ચેલપત્તુ અને તિરુવલ્લુવરમાં લોકોએ દારૂ ખરીદવા લાઈનો લગાવી

દેશમાં (India) કોરોનાના કેસ ફરી એકવાર રેકોર્ડ (Record) બનાવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 2.47 લાખ નવા કેસ નોંધાયા છે, જે મે 2021 પછી સૌથી વધુ છે. કોરોના કેસ વધતાની સાથે જ એક વખત ફરીથી નાઇટ કર્ફ્યુ (Night Curfew) અને લોકડાઉનનો (Lockdown) દોર ચાલુ થઈ ગયો છે.

આ અગાઉ કોરોનાની બે લહેર જોઈ ચૂકેલા લોકો પ્રતિબંધોનો સંકેત મળતાં જ સતર્ક થઈ ગયા છે. લોકડાઉન લાગવાના ડરથી લોકો પોતાની જરૂરિયાતની ચીજ-વસ્તુઓનો સંગ્રહ કરવામાં લાગી ગયા છે. જેમ કે, બિસ્કિટ, ખાવાનું તેલ, ફૂડ પેકેટ્સ, માસ્ક, સેનેટાઇઝર. આ બધી વસ્તુઓ તો જરૂરી છે જ પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે દારૂ પીવાની ટેવવાળા લોકોએ લોકડાઉનની તૈયારી રૂપે રેકોર્ડતોડ દારૂની ખરીદી કરી છે.

થોડા દિવસ પહેલા તમિળનાડુમાં (Tamilnadu) નાઇટ કર્ફ્યુ અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાતની સાથે જ લોકો જરૂરી સામાન ભેગો કરવામાં લાગી ગયા હતા. આ તૈયારીમાં તમિળનાડુમાં એક જ દિવસમાં 210 કરોડ રૂપિયાના દારૂની ખરીદીનો રેકોર્ડ બની ગયો. આ રેકોર્ડ તોડ ખરીદીમાં રાજ્યના માત્ર 3 જિલ્લા કાંચીપુરમ, ચેગલપત્તુ અને તિરુવલ્લુવરમાં જ 25 ટકા દારૂ (liquor) ખરીદાયો છે. મતલબ આ 3 જિલ્લાના લોકોએ એક જ દિવસમાં 52 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ખરીદી લીધો હતો.

આ જ પ્રમાણે બિસ્કિટની ખરીદી 20 ટકા વધી છે. તો ખાવાના તેલની ખરીદી 15 ટકા વધી જ્યારે દૂધ જેવી ચીજોના ઓર્ડરમાં 200 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Most Popular

To Top