Sports

પ્રથમ T-20 : રોમાંચક મેચમાં ભારતે શ્રીલંકાને 2 રને હરાવ્યું

મુંબઇ : અહીંના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ ઓવર સુધી ચાલેલી પ્રથમ ટી-20માં 94 રનમાં 5 વિકેટ ગુમાવનાર ભારતીય ટીમને દીપક હુડા અને અક્ષર પટેલની ઓલરાઉન્ડર જોડીએ 35 બોલમાં 68 રનની નોટઆઉટ ભાગીદારી કરીને 5 વિકેટે 162 રન કરીને મૂકેલા 163 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકા અંતિમ ઓવરના છેલ્લા બોલે 160 રને ઓલઆઉટ થતાં ભારતીય ટીમનો 2 રને વિજય થયો હતો.

  • દીપક હુડા અને અક્ષર પટેલની 68 રનની નોટઆઉટ ભાગીદારીની મદદથી ભારતે 5 વિકેટે 162 રન બનાવ્યા
  • ડેબ્યુટન્ટ શિવમ માવીએ માત્ર 22 રન આપીને 4 વિકેટ ઝડપી, ભારતે શ્રીલંકાને 160 રનમાં ઓલઆઉટ કર્યું

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલા શ્રીલંકાની શરૂઆત સારી રહી નહોતી અને તેમણે 68 રનના સ્કોર સુધીમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન દાસૂન શનાકાએ જો કે 27 બોલમાં 45 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યારે વનિન્દુ હસરંગા અને ચમિકા કરુણારત્નેએ 21 અને 23 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. અંતિમ બોલમાં ચાર રન કરવાના હતા ત્યારે કરુણારત્ને માત્ર એક જ રન કરી શકતાં ભારતીય ટીમ 2 રને જીતી હતી.
ભારતીય ટીમ વતી ટી-20 ડેબ્યુ કરનાર શુભમન ગીલ અને ઇશાન કિશને દાવની શરૂઆત કરી હતી. ભારતીય ટીમે જો કે 14.1 ઓવરમાં 94 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી હુડા અને અક્ષરે 68 રનની નોટઆઉટ ભાગીદારી કરી હતી. હુડા 23 બોલમાં 41 જ્યારે અક્ષર 20 બોલમાં 31 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

Most Popular

To Top