National

ભારતીય ખેલાડીઓની બસમાંથી કારતૂસના ખોખા તથા 32 બોરની પિસ્તોલ મળી આવી

T20 મેચ રવિવારે પૂર્ણ થઇ ગઇ છે. હવે ટેસ્ટ શ્રેણીની (Test match) શરૂઆત થવાની છે. 4 માર્ચથી ભારત(India) અને શ્રીલંકાના (Shrilanka) તમામ ખેલાડીઓનો આમનો-સામનો થશે. તેથી બંને ટીમના મોટાભાગના ખેલાડીઓ (Players) ચંદીગઢ પહોંચી ગયા છે. આ ટેસ્ટ મેચ મોહાલી ના PCA સ્ટેડિયમમાં રમાવાની છે. જેથી ટીમો ચંદીગઢ સ્થિત હોટલમાં (Hotel) પહોંચી ગયા છે. ટેસ્ટ ટીમમાં સામેલ ભારતીય ટીમના ખેલાડીઓએ પણ ચંદીગઢ પહોંચીને પોતાની પ્રેક્ટિસની શરૂઆત કરી દીધી છે. ખેલાડીઓને હોટલથી સ્ટેડિયમ સુધી લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સના આધારે ભારતીય ખેલાડીઓને સ્ટેડિયમ સુધી પીક એન્ડ ડ્રોપ કરતી બસમાં કારતૂસના ખોખા તથા 32 બોરની પિસ્તોલ મળી આવી છે. IT પાર્ક સ્થિત હોટેલ લલિતની બહાર તારા બ્રધર્સની આ બસ ઊભી હતી. આ હોટેલમાં બંને ટીમના ખેલાડીઓને રોકાણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય ખેલાડીઓની ટીમ બસમાંથી કારતુસ મળી આવ્યા હોવાની માહિતી મળતા તરત જ પોલીસ બોમ્બ-ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આ મામલે DDR દાખલ કરી છે. બસમાંથી કારતુસ મળ્યા બાદ મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં પણ તપાસ કરવામાં આવી હતી.

  • ખેલાડીઓની સુરક્ષામાં થઇ ભૂલ
  • બસ તારા બ્રધર્સથી હાયર કરવામાં આવી હતી
  • શ્રીલંકન ખેલાડીની બસમાંથી કારતૂસના 2 ખોખા મળ્યા
  • ભારતીય ખેલાડીઓની બસમાંથી કારતૂસના ખોખા તથા 32 બોરની પિસ્તોલ મળી

શ્રીલંકન ખેલાડીઓની ટીમ બસમાંથી કારતુસ મળી આવ્યા હોવાની માહિતી મળતા તરત જ પોલીસ પહોંચી ગઇ હતી. ત્યાર બાદ તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે બંને કારતૂસના ખોખાને પોતાના કબજામાં કર્યા હતા. આ અંગે ડ્રાઈવર સાથે પૂછપરછ થઈ શકે છે. કારણ કે પોલીસે આ કેસમાં કોઇ FIR દાખલ કરી નથી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રાઈવેટ બસ ચંડીગઢના સેક્ટર 17થી સંચાલિત કંપની તારા બ્રધર્સથી હાયર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આની પહેલા આ બસને એક લગ્ન પ્રસંગ માટે લઈ જવામાં આવી હતી. અહીં પંજાબમાં લગ્ન પ્રસંગે ફાયરિંગ કરી અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. પોલીસ અત્યારે બસના ડ્રાઈવર અને માલિકની પૂછપરછ કરી રહી છે.

આર અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શુભમન ગિલ, હનુમા વિહારી, પ્રિયંક પંચાલ, ઉમેશ યાદવ, જયંત યાદવ, સૌરભ કુમાર અને કેએસ ભરત જેવા ખેલાડીઓ શ્રીલંકા સામે ટેસ્ટ મેચ માટે પંજાબના મોહાલીમાં હોટેલ લલિતમાં રોકાયા છે. વિરાટ કોહલી અને રિષભ પંત પણ શનિવારે ચંદીગઢમાં આવ્યા છે. શ્રીલંકાના ખેલાડીઓ હાલ હોટલમાં જ ક્વોરેન્ટાઇન છે. તેઓ 28 ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ શરૂ કરશે.

Most Popular

To Top