પાકિસ્તાનને સબક શીખવવા ભારતે સ્ટ્રાઈક કરી હતી પરંતુ તે સીઝફાયરમાં પરિણમી. યુદ્ધમાં ભારતનો હાથ ઉપર હોવા છતાં અને લાંબા યુધ્ધની સંપૂર્ણ તૈયારી હોવા છતાં ભારતે સીઝફાયરનો સ્વીકાર કર્યો તે ભુલ તો નથી કરીને? હાલ તો પાકિસ્તાનની સાંસદમાં કેટલાક સાંસદો ભારતની ફજેતી કરે છે નરેન્દ્ર મોદીને સરેન્ડર મોદી કહે છે. ભારત જીત્યુ હોવા છતાં પાકિસ્તાનમાં ભારત હાર્યુ હોય અને પાકિસ્તાન જીત્યુ હોય તેઓ માહોલ ઉભો થયો છે અને તેનો તેઓ ઉત્સવ પણ મનાવે છે!
આપણે ત્યાં પણ અમુક ભારત હાર્યું તેવો જ માહોલ ઉભો કરતા જાય છે આવા આ લોકો પર રાજદ્રોહનો કેસ લગાવી જેલમાં પૂરી દેવા જોઈએ આખી દુનિયા જાણે છે કે યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ખુબ જ ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. તેને બચાવવા ટ્રમ્પે મોદી પર દબાણ લાવી તાત્કાલિક સીઝફાયર કરાવ્યાનું કહેવાય છે. એ વાત સાચી હોય તો પછી સીઝફાયરનો લાભ લઈ પાકિસ્તાન ચીન તૂર્કીયેની મદદથી હથિયાર મેળવી તૈયારી કરી આક્રમણ કરે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી તેવા સમયે ભારતે બે મોરચે લડવાની તૈયારી કરી લેવી જોઈએ.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.