કોલકાતા (Kolkata): બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (West Bengal CM Mamta Banerjee) માંગ કરી છે કે દેશમાં એકના બદલે ચાર ફરતી રાજધાની (capital) હોવી જોઇએ. શનિવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે કોલકાતામાં એક રેલીમાં બોલતા મમતા બેનર્જીએ કેન્દ્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર હુમલો કરવાની તૈયારી કરી હતી. તેમણે કહ્યુ કે, ‘મારું માનવું છે કે ભારતમાં ચાર ફરતી રાજધાનીઓ હોવી જ જોઇએ. અંગ્રેજોએ કોલકાતાથી સમગ્ર દેશ પર શાસન કર્યું. આપણા દેશમાં એક જ રાજધાની કેમ?’.
મમતા બેનર્જીએ શનિવારે કોલકાતામાં નેતાજીની (Netaji Subhash Chandra Bose) જન્મજયંતીની ઉજવણી માટે વડા પ્રધાન મોદીના પ્રસંગની ઉજવણીના કલાકો પૂર્વે મોટી રેલી કાઢી હતી. મમતા બેનર્જીએ એવું પમ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારે પ્લાનિંગ કમિશનનો પ્રસ્તાવ ફરીથી લાવવો જોઈએ જેને મોદી સરકારે નાબૂદ કર્યો હતો. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ‘નીતિ આયોગ અને આયોજન પંચ સહ-અસ્તિત્વમાં હોઈ શકે છે, કેન્દ્રએ આ પેનલને ફરીથી રજૂ કરવી જોઈએ,’. પ.બંગાળ CM મમતા દદીએ ભારપૂર્વક કહ્યુ હતુ કે આ સમિતિ/ પેનલ હોવી જોઇએ એ વિચાર નેતાજીનો હતો, અને કેન્દ્રએ આ પેનલ કાઢી નાંખી છે. નેતાજીની 125 મી જન્મજયંતિ નિમિત્તે મમતા બેનર્જીએ એવી પણ માંગ કરી હતી કે આ દિવસને દેશ માટે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે.
“જ્યારે નેતાજીએ ભારતીય રાષ્ટ્રીય સૈન્યની રચના કરી હતી ત્યારે તેમણે ગુજરાત, બંગાળ, તામિલનાડુના લોકો સહિત દરેકને પોતાની સાથે લીધા હતા. તે અંગ્રેજોની “ભાગલા પાડો અને રાજ કરો” નીતિની વિરુદ્ધ ઊભા રહ્યા હતા. અમે આઝાદ હિન્દ સ્મારક બનાવીશું. અમે તે કેવી રીતે કરવામાં આવશે તે બતાવીશું. તેમણે પ્રતિમાઓ અને નવા સંસદ સંકુલ બનાવવામાં હજારો કરોડનો ખર્ચ કર્યો છે.’.
પીએમ નરેન્દ્ર મોદીના કોલકાતા પ્રવાસ પૂર્વે સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ નિમિત્તે મમતા બેનર્જીએ કોલકાતાના શ્યામ બજારથી રેડ રોડ સુધીની વિશાળ રેલી – ‘પદયાત્રા’ કાઢી હતી. જણાવી દઇએ કે પ.બંગાળમાં ચૂંટણીઓ પહેલા ભાજપે પોતાની કમર કસી લીધી છે. જણાવી દઇએ કે અત્યાર સુધી TMCના ત્રણ મોટા મોટા નેતાઓએ પાર્ટી છોડી છે. ડિસેમ્બર મહિનામાં સુવેન્દુ અધિકારી TMC છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમની પાછળ પાર્ટના 40 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા. ગઇકાલે રાજીવ બેનર્જીએ પણ પાર્ટી છોડી હતી. અટકળો છે કે તે પણ 31 જાન્યુઆરી સુધી ભાજપમાં જોડાઇ એવી શક્યતા છે.