ભારતે પ્રથમ ટી૨૦ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૭૬ રનનો લક્ષ્યાંક આપ્યો છે. કટકના બારાબાતી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૫ રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ શૂન્યના સ્કોરે પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. અર્શદીપ સિંહે ક્વિન્ટન ડી કોકને આઉટ કર્યો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટી૨૦ મેચ કટકના બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. એડન માર્કરામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઈજાને કારણે બહાર રહેલા હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં પાછા ફર્યા છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી.
ટીમ ઈન્ડિયાએ કટકના બારાબાતી સ્ટેડિયમમાં અત્યાર સુધી ત્રણ ટી૨૦ મેચ રમી છે. ભારત આમાંથી બે મેચ હારી ગયું છે અને એક જીતી ગયું છે. દક્ષિણ આફ્રિકાએ અહીં ભારતને બે વાર હરાવ્યું છે. આ મેદાન પર સૌથી વધુ T20 સ્કોર 180 રન છે, જે ટીમ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો.
ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૫ રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 59 રન (28 બોલ) બનાવ્યા. તેણે 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. એટલું જ નહીં પંડ્યાએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 સિક્સર પણ પૂરી કરી છે.
પંડ્યા ઉપરાંત તિલક વર્માએ 26 રન અને અક્ષર પટેલે 23 રન બનાવ્યા. અભિષેક શર્માએ 17 રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12 રનનું યોગદાન આપ્યું. દક્ષિણ આફ્રિકા માટે લુંગી એન્ગીડીએ 3 વિકેટ લીધી. લુથો સિપામલાએ 2 વિકેટ લીધી. ડોનોવન ફરેરાએ એક વિકેટ લીધી.