નવી દિલ્હી: એક તરફ કે જયાં સમગ્ર વિશ્વ (World) તેલની (Oil) સમસ્યાને લઈને ચિંતિત છે. ધણાં દેશોમાં આ સમસ્યા વિસ્ફોટક બની છે. ખાસ કરીને પાકિસ્તાનમાં એક તરફ પાકિસ્તાન કંગાળ થવાના આરે આવીને ઉભું છે ત્યાં હવે ત્યાના લોકો તમામ વસ્તુ માટે ડબલ ભાવ ચૂકવી રહ્યાં છે. જાણકારી મુજબ રશિયા-યુક્રેન યુદ્ધના (War) કારણે આ સમસ્યા વધુ વિકરાળ બની છે. ત્યાં ભારતને (India) રશિયા (Russia) સાથેની દોસ્તીનો લાભ મળ્યો છે.
જાણકારી મુજબ જયારે એક તરફ તમામ પશ્વિમી દેશો રશિયા પાસેથી તેલ લેવાની મનાઈ કરી છે તેમજ તેલ લેવા ઉપર નિયંત્રણો મૂકી દીધા હતા તેવા સમયે ભારતે આ સમયનો ઉપયોગ કરીને ભારે ડિસ્કાઉન્ટ લઈ તેલની આયાત રશિયા પાસેથી કરી હતી. અમેરિકા પહેલેથી જ દબાણ કરી રહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ન લેવું જોઈએ. પરંતુ આંકડા દર્શાવે છે કે આ સમયે રશિયા આયાતના મામલામાં ભારતનો ચોથો સૌથી મોટો ભાગીદાર બની ગયો છે. ભારતે 37.31 અબજ યુએસ ડોલર જેટલા તેલની આયાત કરી છે. આ વાર્ષિક ધોરણે 384 ટકાનો વધારો છે.
ભારત દ્વારા નિકાસ કરવામાં આવતી પેટ્રોલિયમ પેદાશોમાં પણ તેજી જોવા મળી હતી. ગત વર્ષની સરખામણીમાં 10 મહિનાના નાણાકીય સમયગાળા દરમિયાન ભારતની નિકાસ $78.58 બિલિયન રહી હતી. ગયા વર્ષે તે 50.77 અબજ ડોલર હતું. જો કે, તેલની આયાતના મામલામાં ભારત સરકારે એવી કૂટનીતિ અપનાવી છે, જેના કારણે તેને કટોકટી દરમિયાન પણ સસ્તું તેલ મળતું રહ્યું.
ગયા વર્ષે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું હતું કે સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે કંપનીઓએ માત્ર રશિયન તેલ ખરીદવું જોઈએ, પરંતુ તેણે કહ્યું હતું કે શ્રેષ્ઠ તેલ લાવવું જોઈએ. એટલે કે, સરકારે ક્યારેય રશિયન તેલનો ઇનકાર કર્યો ન હતો, જ્યારે રશિયા સસ્તું તેલ આપતું હોવાથી ભારતને તેનો સીધો ફાયદો થયો હતો.