Business

ભારતે શૂન્ય ટેરિફની દરખાસ્ત મૂકી, પણ મોડું થઈ ગયું : ટ્રમ્પનો મોટો દાવો

નવી દિલ્હી, તા. 1: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટોચના સહાયકો દ્વારા ભારતને લક્ષ્ય બનાવતા શ્રેણીબદ્ધ બિનપ્રમાણિત દાવાઓ અને ટિપ્પણીઓ પછી, રિપબ્લિકન નેતાએ સોમવારે ભારત પરના ભારે ટેરિફને યોગ્ય ઠેરવવા માટે વધુ એક દાવો કર્યો, કહ્યું કે નવી દિલ્હીએ ટેરિફ શૂન્ય કરવાની ઓફર કરી હતી, પરંતુ તેમાં મોડું થઈ ગયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના વડા પ્રધાન શી જિનપિંગને મળ્યાના થોડા કલાકો પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત સાથેનો વેપાર સંપૂર્ણપણે એકતરફી હોનારત જેવો રહ્યો છે, અને આરોપ લગાવ્યો હતો કે અમેરિકા ભારતના ઊંચા ટેરિફને કારણે ભારતને માલ વેચી શક્યું નથી. …તેઓ અમને મોટા પ્રમાણમાં માલ વેચે છે, તેમનો સૌથી મોટો ‘ક્લાયન્ટ’, પરંતુ અમે તેમને ખૂબ જ ઓછું વેચીએ છીએ – અત્યાર સુધી સંપૂર્ણપણે એકતરફી સંબંધ, અને તે ઘણા દાયકાઓથી છે. કારણ એ છે કે ભારતે અમારી પાસેથી અત્યાર સુધી એટલા ઊંચા ટેરિફ વસૂલ્યા છે, જે કોઈપણ દેશ કરતાં સૌથી વધુ છે, કે અમારા વ્યવસાયો ભારતમાં તેમની વસ્તુઓ વેચી શકતા નથી. તે સંપૂર્ણપણે એકતરફી આપત્તિ રહી છે એમ તેમણે લખ્યું હતું. ભારત દ્વારા પહેલાથી જ રદિયો આપવામાં આવેલા દાવાને પુનરાવર્તિત કરતા, ટ્રમ્પે ઉમેર્યું, તેઓએ હવે તેમના ટેરિફમાં ઘટાડો કરવાની ઓફર કરી છે, પરંતુ મોડું થઈ રહ્યું છે. તેઓએ વર્ષો પહેલા આવું કરવું જોઈતું હતું એમ ટ્રમ્પે કહ્યું હતું.

Most Popular

To Top