નવી દિલ્હી: એશિયા કપ 2023 (Asia Cup 2023) ના સ્થળ અને હોસ્ટિંગને લઈને કેટલાક સમયથી ઘણી મડાગાંઠ ચાલી રહી હતી. આમ તો પાકિસ્તાન (Pakistan) સત્તાવાર રીતે ટુર્નામેન્ટનું (Tournament) આયોજન કરવાનું હતું પરંતુ ભારતે (India) તેની યજમાની સ્વીકારવાની મનાઈ કરી દીધી. આ મુદ્દે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની એક બેઠક પણ યોજાઈ હતી. જો કે આ બેઠકમાં આ મડાગાંઠનો ઉકેલ મળ્યો ન હતો. ગુરુવરના રોજ જાણકારી મળી આવી છે કે આગામી સમયમાં રમાવા જનારી મેચના સ્થળ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જો કે આ અપડોટ વાંચીને તમે પણ ચોંકી જશો. આ મેચની હોસ્ટિંગ પાકિસ્તાન પાસેથી લેવામાં આવશે નહીં અને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવું પડશે નહીં.
જાણકારી મુજબ ભારતને UAEમાં મેચ રમવાની ઓફર કરવામાં આવી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જો ભારત ફાઇનલમાં પહોંચશે તો ફાઇનલ પણ UAEમાં જ યોજાશે. 4 ફેબ્રુઆરીના રોજ બહેરીનમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. અગાઉ ACCએ તેનું શેડ્યૂલ જાહેર કર્યું હતું જેમાં ટૂર્નામેન્ટના યજમાન તરીકે પાકિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પીસીબીના વડા નજમ સેઠીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આવતા મહિને આઈસીસીની બેઠકમાં આ મુદ્દા પર વધુ વાતચીત થશે કારણ કે આ મુદ્દો હજુ વણઉકેલાયો છે. તેમણે કહ્યું હતું કે ACCની બેઠકમાં શું થયું અને આ અંગે મારે શું કહેવું. આ બેઠકમાં કોઈ ઉકેલ મળ્યો નથી.
જાણકારી મળી આવી છે કે એવી સંભાવના છે કે પાકિસ્તાન ટૂર્નામેન્ટનું આયોજન ચાલુ રાખશે પરંતુ કેટલીક મેચ યુએઈમાં યોજાશે અને ભારત તેની તમામ મેચો યુએઈમાં રમશે. જો ભારત ફાઇનલમાં પહોંચશે તો ફાઇનલ પણ ત્યાં જ યોજાશે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાવાનો છે પરંતુ BCCI સેક્રેટરી અને ACC ચીફ જય શાહે ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.
વર્ષ 2022માં પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની મળી હતી
વર્ષ 2022માં પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની મળી હતી. આ પછી BCCI સેક્રેટરી જય શાહે પાકિસ્તાન જવાની ના પાડી દીધી. ત્યારબાદ વિવાદ વધી ગયો અને પીસીબીના તત્કાલીન અધ્યક્ષ રમીઝ રાજાએ 2023ના ODI વર્લ્ડ કપ માટે ભારત આવવાની ના પાડી દીધી. વિવાદ અહીં જ અટક્યો ન હતો, રમીઝ રાજાની વિદાય અને નજમ સેઠીના આગમન પછી પણ મામલો શાંત થયો ન હતો. બહેરીનમાં આ અંગે એક બેઠક થઈ હતી, પરંતુ તેમાં પણ કોઈ નિર્ણય થઈ શક્યો નહોતો. આગામી બેઠકમાં સ્થળ અંગે નિર્ણય લેવાનું જણાવાયું હતું. હવે પીસીબીએ એસીસીને આ ઓફર કરી હોવાની ચર્ચા છે. તે સાંભળવામાં ખૂબ જ સરળ છે.