નવી દિલ્હી: એશિયા કપની સુપર-4 મેચ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે રવિવારના રોજ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં ટોસ (Toss) હારી ગઈ છે, પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ આ મોટી મેચમાં ત્રણ ફેરફાર કર્યા છે. જણાવી દઈએ કે એશિયા કપમાં ભારતની ત્રીજી મેચ પાકિસ્તાન સામે છે. આ બંને ટીમો આઠ દિવસમાં બીજી વખત આમને સામને છે. છેલ્લી મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો.
ભારત પ્લેઈંગ-11: કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ
પાકિસ્તાન પ્લેઈંગ-11: મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ફખર જમાન, ખુશદિલ શાહ, ઈફ્તિકાર અહેમદ, શાદાબ ખાન, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ
જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા આ મેચ પહેલા ઈજાગ્રસ્ત થતા તે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેની જગ્યાએ એક ખેલાડીની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે 3 ફેરફાર કરીને બધાને ચોંકાવી દીધા છે. અહીં દિનેશ કાર્તિકના સ્થાને દીપક હુડા, રવિન્દ્ર જાડેજાના સ્થાને હાર્દિક પંડ્યા અને અવેશ ખાનના સ્થાને રવિ બિશ્નોઈને લાવવામાં આવ્યા છે.
પાકિસ્તાને તેના પ્લેઈંગ-11માં પણ ફેરફાર કર્યો છે, યુવા ખેલાડી મોહમ્મદ હસનૈનને ટીમમાં લાવવામાં આવ્યો છે. પાકિસ્તાનનો શાહનવાઝની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જેના કારણે પાકિસ્તાનની ટીમે આ ફેરફાર કરવો પડ્યો હતો.