જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર પોલીસને કઠુઆ જિલ્લામાં ભારતીય સૈનિકોને મોટી સફળતા મળી છે. પોલીસે સરહદ પારથી આવતા ડ્રોનને તોડી પાડ્યું હતું. મળતી માહિતી મુજબ કઠુઆ જિલ્લાના રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના તલ્લી હરિયા ચકમાં બોર્ડર તરફથી સવારે 5.10 વાગ્યે એક ડ્રોન આવતું જોવા મળ્યું હતું. આ ડ્રોન ભારતીય વિસ્તારમાં 250 મીટર અંદર હતું. BSFના જવાનો દ્વારા અમુક રાઉન્ડ ફાયરિંગ કરી ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આજે સવારે 8.50 મિનિટે જમ્મુ-કાશ્મીરના હીરાનગર સેક્ટરના બબિયા પોસ્ટ પર પાકિસ્તાને અમુક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
- જમ્મુ-કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં BSF એ આજે એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે.
- ભારત અને ચીન વચ્ચે તણાવ વચ્ચે પાકિસ્તાન સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં હથિયારો પૂરા પાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે
- ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાની પ્રદેશથી ભારતીય ક્ષેત્રમાં શસ્ત્રો મોકલવા માટે કરવામાં આવી રહ્યો છે
- ડ્રોન પ્રવૃત્તિની જાણ થતાં જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું
જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું છે કે ડ્રોન સાથે કેટલીક વસ્તુઓ બાંધેલી પણ મળી આવી છે, જેની બોમ્બ નિકાલ નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. SSP કઠુઆએ જણાવ્યું છે કે હેક્સાકોપ્ટર સાથે જોડાયેલા પેલોડમાંથી 7 UBGL (અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર) અને 7 સ્ટીકી/મેગ્નેટિક બોમ્બ મળી આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે ડ્રોન પ્રવૃત્તિની જાણ થતાં જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસે ડ્રોનને જેવું જોયુ તેવું તરત તેની ઉપર ફાયરિંગ કરી તેને તોડી પાડવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પાકિસ્તાન સતત આવી હરકતો કરી રહ્યું છે. તેની સરહદ પરથી ડ્રોન સતત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાન સરહદી વિસ્તારમાં તણાવ ફેલાવવા માટે ઘણી ઘટનાઓને અંજામ આપી ચુક્યું છે. પાકિસ્તાની આતંકવાદીઓ ડ્રોન દ્વારા ભારતીય વિસ્તારમાં હથિયારો મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરે છે.ભારત અને ચીન વચ્ચે તણાવ વચ્ચે પાકિસ્તાન સરહદ પારથી ભારતીય ક્ષેત્રમાં હથિયારો પૂરા પાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ટેરર લોન્ચ પેડ્સના વિનાશ બાદ પાકિસ્તાની આઈએસઆઈ (ISI) હવે આ માટે ડ્રોનનો આશરો લઈ રહ્યો છે.