Sports

ભારતના પૈસાથી અમારા પરિવારોનું પેટ ભરાય છે: શોએબ અખ્તર

ભારત: હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચા જગાવનારા પાકિસ્તાનના (Pakistan) માજી ઝડપી બોલર શોએબ અખ્તરે (Shoaib akhtar) કહ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટર્સનું (Cricketers) ઘર ભારતના (India) પૈસાથી ચાલે છે. શોએબે એક ઈન્ટરવ્યુમાં કરેલા આ નિવેદનથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB) અધિકારીઓ તેમજ કેટલાક માજી ક્રિકેટર્સને મરચા લાગવાની સંભાવના છે.

  • બીસીસીઆઇ (BCCI) દ્વારા આઇસીસીને મળતી આવકમાંથી રેવેન્યૂ શેરિંગ હેઠળ મળતી અમુક રકમથી પીસીબી પોતાના ક્રિકેટર્સને મેચ ફી ચૂકવી શકે છે

શોએબ અખ્તરે પોતાના ઈન્ટરવ્યુમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. આ જ વાતચીત દરમિયાન શોએબ અખ્તરે સ્વીકાર્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આઈસીસીને મળેલી આવક બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ તે રકમ રેવન્યુ શેરિંગ હેઠળ મળે છે. આઈસીસી પાસેથી મળેલા આ પૈસાને કારણે પીસીબી પોતાના ક્રિકેટરોને મેચ ફી ચૂકવવામાં સક્ષમ બને છે. શોએબ અખ્તરે એ પણ સ્વીકાર્યું છે કે હાલમાં બીસીસીઆઇ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને તે આઇસીસીની આવકમાં સૌથી મોટો ફાળો આપે છે. માત્ર ભારતને કારણે પાકિસ્તાન જ નહીં, અન્ય ઘણા ક્રિકેટ બોર્ડની મદદ મળી રહી છે.

આઈસીસી પાસેથી મળેલા પૈસાને કારણે પીસીબી પોતાના ઘરેલુ ક્રિકેટરોને મેચ ફી ચૂકવવામાં સક્ષમ છે. શોએબે આ વર્ષે ભારતમાં યોજાનાર ICC ODI વર્લ્ડ કપ વિશે પણ વાત કરી. શોએબનું માનવું છે કે, ‘ભારતમાં આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ ખૂબ જ રોમાંચક હશે. તેણે કહ્યું હતું કે 50 ઓવરના ફોર્મેટનું ભવિષ્ય હવે મને અંધકારમય લાગી રહ્યું છે. એટલા માટે હું ઈચ્છું છું કે ભારત આ વર્લ્ડકપમાંથી ઘણી કમાણી કરે. ઘણા લોકો આવું નહીં કહે પરંતુ હું ખચકાટ વિના કહું છું કે ભારતથી આઇસીસીને જે આવક થાય છે તેનો એક ભાગ પાકિસ્તાનને પણ મળે છે. આ પૈસાથી આપણા સ્થાનિક ક્રિકેટરો મેચ ફી મેળવે છે અને પોતાનું ઘર ચલાવે છે.

શોએબે ભારત-પાકિસ્તાન મેચને લઈને મીડિયા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો પણ કહી. તેણે કહ્યું, “ભારતીય ટીમ પાકિસ્તાન સામે એટલા માટે હારે નથી હારતી કે તેની પાસે સારા ખેલાડીઓની અછત છે, પરંતુ મીડિયાનું વધારે પડતુ દબાણ મળવાના કારણે એવું થાય છે. ગયા એશિયા કપની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા પર ઘણું દબાણ હતું. આખા સ્ટેડિયમને વાદળી રંગવામાં આવ્યું હતું. જેના કારણે પાકિસ્તાન પર કોઈ દબાણ ન હતું. પરિણામ એ આવ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દબાણને સંભાળી શક્યા નહીં અને તેઓ વેરવિખેર થઈ ગયા હતા.

Most Popular

To Top