જમ્મુ કશ્મી: પાકિસ્તાન (Pakistan) છેલ્લાં ઘણાં સમયથી અનેક મુદ્દાઓથી ઝઝૂમી રહ્યું છે અને વિવાદમાં રહ્યું છે પરંતુ તેમ છતાં તે ભારતમાં (India) મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન ભારતમાં શસ્ત્રો અને ડ્રગ્સની (Drugs) દાણચોરી તેમજ ઘૂસણખોરોને મોકલવામાં સતત વ્યસ્ત છે. ત્યારે આ વખતે ભારત તરફથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળી રહ્યો છે. BSFએ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ડ્રગ્સની દાણચોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે તેમજ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો.
- જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં એક પાકિસ્તાની ઘૂસણખોર ઠાર માર્યો
- પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ માદક દ્રવ્યોના ચાર પેકેટ મળી આવ્યા
- વારંવાર ચેતવણી આપવા છતાં ઘૂસણખોરો પાછા વળ્યા નહીં અને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો
ઘૂસણખોર પાસેથી 4 કિલો ડ્રગ્સ મળી આવ્યું
BSFનાં અધિકારીએ ઘટના અંગેની જાણ આપતા કહ્યું કે માર્યા ગયેલા ઘૂસણખોર પાસેથી 4 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. અન્ય એક પ્રવક્તાએ કહ્યું, “24 જુલાઈની મધ્યવર્તી રાત્રે એલર્ટ બીએસએફના જવાનોએ રામગઢ સરહદ વિસ્તારમાંથી ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો.” તેમણે કહ્યું કે આ વિસ્તારની પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ માદક દ્રવ્યોના ચાર પેકેટ મળી આવ્યા હતા.
ચેતવણી છતાં ઘુસણખોર રોકાયો ન હતો
અધિકારીઓએ જણાવ્યું હતું કે સતર્ક સરહદ રક્ષકોએ સોમવારે મોડી રાત્રે રામગઢ સેક્ટરમાં એસએમ પુરા ચોકી નજીક શંકાસ્પદ હિલચાલ જોયા અને શંકાસ્પદ ઘૂસણખોર પર ગોળીબાર કર્યો હતો. વારંવાર ચેતવણી આપવા છતાં ઘૂસણખોરો પાછા વળ્યા નહીં અને ઘૂસ્વાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું ઘૂસણખોરો સિવાય પાકિસ્તાન ડ્રોન દ્વારા પણ ભારતમાં ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી કરવાનો પ્રયાસ કરે છે. BSFએ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનથી ડ્રગ્સ અને હથિયારો લઈ જનારા ડઝનબંધ ડ્રોનને તોડી પાડ્યા છે.