Sports

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ત્રણ અલગઅલગ કેપ્ટન સુકાન સંભાળશે

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ભલે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમવામાં વ્યસ્ત હોય, પરંતુ અહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આગામી બે પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટે અલગઅલગ ભારતીય ટીમની પસંદગી કરી છે. ન્યુઝીલેન્ડ સામે નવી ટીમ પ્રવાસે જઇ રહી છે. જેમાં ટી-20 સીરિઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે અને વિકેટકીપર ઋષભ પંતને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે વન ડે સીરિઝ માટે સુકાન શિખર ધવનને સોંપીને પંતને તેનો ડેપ્યુટી બનાવાયો છે. ઝડપી બોલર ઉમરાન મલિકની પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટી-20 અને વન ડે ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર કુલદીપ યાદવની પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની બંને ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્રણ વન ડે અને બે ટેસ્ટની સીરિઝ રમવાની છે. આ બંને ટીમનું સુકાન ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માને સોંપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ પ્રવાસ માટેની વન ડે અને ટેસ્ટ ટીમ બંનેમાં મહંમદ સિરાજનો સમાવેશ કરાયો છે. જ્યારે યશ દયાલ, રજત પાટીદાર જેવા નવા ચહેરાઓની વન ડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. બાંગ્લાદેશ પ્રવાસ માટેની ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ કરાયો નથી. એ ઉલ્લેખનીય છે કે ભારતે આ વર્ષના અંતે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે. જ્યાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ, 2 ટેસ્ટ મેચ રમાશે. બાદમાં આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2023 થી ફેબ્રુઆરી 2023 સુધી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસે જઇને ત્રણ વનડે અને ટી-20 મેચોની સમાન સંખ્યાની સિરીઝ રમવાની છે.

ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝ માટેની ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મહંમદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટેની ટીમ
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝ માટેની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મહંમદ શમી, મહંમદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટેની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મહંમદ શમી, મહંમદ સિરાજ, ઉમેશ યાદવ.

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2022ની સમાપ્તિ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ ટી-20ની સાથે સાથે વન ડે સીરિઝ પણ રમવાની છે, જેના માટે આજે સાંજે 6.30 વાગ્યે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ભારતીય ટી-20 ટીમનું સુકાન સોંપવામાં આવી શકે છે.

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે આઈપીએલ 2022માં કેપ્ટન તરીકે પણ પોતાની જાતને સાબિત કરી અને તેની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું. હાર્દિક હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમ સાથે રમી રહ્યો છે. વર્લ્ડકપમાં અત્યાર સુધીનું તેનું પ્રદર્શન સારું રહ્યું છે અને તે બોલિંગ અને બેટિંગ બંનેમાં ટીમ માટે યોગદાન આપી રહ્યો છે.

ભારતીય ચીફ સિલેક્ટર ચેતન શર્મા સાંજે 6.30 વાગ્યે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શિખર ધવનને આ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે અને સાથે જ ODI શ્રેણી માટેની ટીમ પણ બનાવવામાં આવી શકે છે. સિનિયર ખેલાડીઓને પણ આરામ આપી શકાય છે. આ પ્રવાસ માટે, બે અલગ-અલગ ટીમો T20 શ્રેણી અને ODI શ્રેણીમાં ભાગ લઈ શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI અને T20 સીરીઝનું આયોજન કરવામાં આવનાર છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ 18 નવેમ્બરે રમાશે, જ્યારે બીજી મેચ 20 નવેમ્બરે અને ત્રીજી મેચ 22 નવેમ્બરે રમાશે. આ સિવાય ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ 25 નવેમ્બરે, બીજી મેચ 27 નવેમ્બરે અને ત્રીજી મેચ 30 નવેમ્બરે રમાશે. T20 સિરીઝમાં મોટા ખેલાડીઓ સામેલ થઈ શકે છે, જ્યારે વર્કલોડ મેનેજમેન્ટને જોતા તેમને ODI સિરીઝ માટે આરામ મળી શકે છે. જો કે, સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ પ્રવાસ માટે આરામની માંગ કરી છે.

Most Popular

To Top