ગાંધીનગર: ભારતમાં (India)જાપાનીઝ(Japan) કંપની મારૂતિ સુઝીકીના (Maruti Suzuki) રોકાણના 40 વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં(Ghandhi nagar) મહાત્મા મંદિર(Mahatma Mandir) ખાતે યોજાયેલા સમારંભમાં પીએમ (PM) નરેન્દ્ર મોદીએ(Narendr Modi) કહ્યું હતું કે મારૂતી સુઝુકીની સફળતા એ હકીકતમાં ભારત – જાપાનની મજબૂત ભાગીદારીનું પ્રતીક છે. છેલ્લા 8 વર્ષ દરમ્યાન આ ભાગીદારી તેની મહત્તમ ઉંચાઈએ પહોંચી છે. ભારત અને ભારતના લોકો સાથે સુઝીકીનો પારિવારીક સંબંધ હવે 40 વર્ષનો થયો છે.મોદીએ કહ્યું હતું કે આજે ગુજરાત – મહારાષ્ટ્ર વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેકટ તથા વારાણસીમાં રૂદ્રાક્ષ સેન્ટર હોય વિકાસની આ પરિયોજનાઓ ભારત – જાપાનની દોસ્તીનું પ્રતીક છે. આ તબક્કે આ દોસ્તીની વાત નીકળી ત્યારે ભારતના મિત્ર એવા જાપાનના દિવંગત પ્રધાનમંત્રી શીન્જો આબેની પણ યાદ આવે છે. તેઓ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
જાપાન 2009ના વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર દેશ તરીકે જોડાયો હતો.પીએમ મોદી
ગુજરાતના લોકો હજુયે યાદ કરી રહ્યા છે. ભારત તથા જાપાનને નજીક લાવવામાં તેમણે ભરપૂર પ્રયાસ કર્યા હતા. આજે પીએમ કિશિદા તેને આગળ વધારી રહ્યા છે. ગુજરાત તથા જાપાન વચ્ચે જે સંબંધો છે તે રાજદ્રારી સંબંધો કરતાં પણ વધુ ઉંચાઈ ધરાવે છે. મને યાદ છે જાપાન 2009ના વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર દેશ તરીકે જોડાયો હતો.પીએમ મોદીએ જણાવ્યું હતું કે 13 વર્ષ પહેલા સુઝીકી કંપની તેના મેન્યુફેકચરિંગ યુનિટી માટે ગુજરાત આવ્યા હતા ત્યારે મે કહ્યું હતું કે જેમ જેમ મારૂતીના મિત્ર ગુજરાતનું પાણી પીશે તેમને ખ્યાલ આવશે કે વિકાસનું પરફેકટ મોડલ કયા છે.
ડબલ એન્જિનના કારણે આજે ગુજરાત ભારતનું સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય બન્યું
મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત અને જાપાન વચ્ચે આર્થિક ભાગીદારીને નવી દિશા આપી હતી. ગુજરાતના વિકાસમાં જાપાનની મારૂતી સુઝુકી કંપનીનો પણ ફાળો રહ્યો છે. ગુજરાતમાં ભારતનો પહેલો લીથ્યમ બેટરી પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને કારણે ગુજરાતે પાછલા 8 વર્ષ ડબલ એન્જિનની સ્પીડથી વિકાસ કર્યો છે. ડબલ એન્જિનના કારણે આજે ગુજરાત ભારતનું સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય બન્યું છે. ડબલ એન્જિનની સરકારના કારણે મેન્યુફેકચરિંગ ક્ષેત્રે આશરે 80 ટકા યોગદાન સાથે ગુજરાત સૌથી આગળ છે. આ સમારંભમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન ઓસામુ સુઝીકી સહિત ગ્રુપના સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.