National

ભારત ‘પનોતી’ના લીધે વર્લ્ડકપ હારી ગયું, રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ

જાલોર: કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (RahulGandhi) મંગળવારે ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે રાજસ્થાનના (Rajashthan) જાલોર (Jalor) પહોંચ્યા હતા. અહીં તેમણે વર્લ્ડ કપમાં (WorldCup) ટીમ ઈન્ડિયાની (India) હારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આપણા છોકરાઓ વર્લ્ડ કપ જીતી ગયા હોત પરંતુ પનોતીના (Panoti) લીધે હારી ગયા.

રાહુલ ગાંધીએ જાલોરની જાહેર સભાને સંબોધતી વખતે પીએમ મોદીનો (PMModi) ઉલ્લેખ કરી તેમના પર કટાક્ષ કર્યો હતો. જ્યારે જાહેર સભામાં કેટલાક લોકો પનોતી પનોતીના સૂત્રોચ્ચાર શરૂ કર્યા ત્યારે રાહુલે કહ્યું કે, આપણા છોકરાઓ સારી રીતે વર્લ્ડ કપ જીતી શક્યા હોત, પરંતુ પનોતીના લીધે તેઓ હારી ગયા. ટીવીના લોકો આવું નહીં કહે પણ જનતા જાણે છે. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદી પર આકરા પ્રહાર કરવા માંડ્યા હતા.

PM મોદી- અજય રાયને જોયા બાદ ખેલાડીઓ દબાણમાં આવી ગયા
યુપી કોંગ્રેસ અધ્યક્ષે વર્લ્ડ કપમાં ભારતની હારનો દોષ પીએમ મોદી પર ઢોળ્યો હતો. તેમણે કહ્યું, મોદીને જોઈને ખેલાડીઓ દબાણમાં આવી ગયા હતા. મોદીએ મેચમાં જવું જોઈતું ન હતું. મોદીના કારણે ભારતીય ટીમ હારી ગઈ. કારણ કે ખેલાડીઓ દબાણમાં આવી ગયા હતા. જે હારનું કારણ હતું. મનોબળ વધારવું હતું તો વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓને વડાપ્રધાને મળી લેવું જોઈતું હતું. પરંતુ ફાઇનલમાં ન જવું જોઈતું હતું.

અચાનક ‘પનોતી’ શબ્દ કેવી રીતે ચર્ચામાં આવ્યો?
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ અચાનક પનોતી શબ્દ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. જ્યારે વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન મોદીના સ્ટેડિયમમાં આગમનને લઈને આ શબ્દનો ઉપયોગ કર્યો હતો, ત્યારે શાસક પક્ષના નેતાઓ અને સમર્થકોએ તેના પર વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો. વિપક્ષનું કહેવું છે કે ભારતીય ટીમ વર્લ્ડ કપ હારી ગઈ કારણ કે પીએમ મોદી પોતે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.

Most Popular

To Top