Sports

‘ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ ફાયદો મળતા ભારત જીતી રહ્યું છે..’, શું કહ્યું ઓસ્ટ્રેલિયન કેપ્ટને જાણો..

ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)માં રમી રહ્યા નથી. આ યાદીમાં ઇજાગ્રસ્ત કેપ્ટન પેટ કમિન્સ (Pat Cummins)નું નામ પણ સામેલ છે. આ દરમિયાન ટુર્નામેન્ટ સંબંધિત તેમનું નિવેદન આવ્યું છે. કમિન્સ માને છે કે હાઇબ્રિડ મોડેલ મુજબ રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ભારતને દુબઈના એક સ્થળે રમવાનો ફાયદો મળી રહ્યો છે, જ્યારે અન્ય ટીમોએ તેમના ગ્રુપ સ્ટેજ મેચ પાકિસ્તાનના અલગ અલગ સ્થળોએ રમવા પડશે.

ભારતે (India) સુરક્ષા કારણોસર ટુર્નામેન્ટના યજમાન પાકિસ્તાન (Pakistan)ની યાત્રા કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી હાઇબ્રિડ મોડેલ હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ફાઇનલમાં પહોંચે છે તો તે પણ દુબઈમાં (Dubai) રમાશે.

કમિન્સે કહ્યું, ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે તે સારું છે, પરંતુ દેખીતી રીતે તે ભારતને એક જ મેદાન પર રમવાનો મોટો ફાયદો મળે છે. તેમની ટીમ પહેલેથી જ ખૂબ જ મજબૂત છે અને તેમને તેમની બધી મેચ એક જ સ્થળે રમવાનો સ્પષ્ટ ફાયદો પણ છે.

ભારતે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે સરળ જીત મેળવીને સેમિફાઇનલ (SemiFinal)માં પ્રવેશ મેળવ્યો છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ (Steve Smith) ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તેઓ તેમના ત્રણ પ્રીમિયમ બોલરો (પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ) વગર ભાગ લઈ રહ્યા છે. તેણે પોતાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી.

ખરેખર પગની ઘૂંટીની ઈજાને કારણે, કમિન્સ ઘરેથી આ ટુર્નામેન્ટ જોઈ રહ્યો છે. તે આવતા મહિને IPL સાથે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાનું લક્ષ્ય ધરાવે છે. આ વિરામ દરમિયાન, તેમની પુત્રીનો જન્મ પણ થયો. 31 વર્ષીય કમિન્સે કહ્યું, ઘરે રહીને સારું લાગે છે બધું બરાબર ચાલી રહ્યું છે અને પગની ઘૂંટી પણ સાજી થઈ રહી છે. હું આ અઠવાડિયાથી જ બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરીશ.

Most Popular

To Top