અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ઉંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લાં કેટલાક દિવસોથી (Days) થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે ભારતીય સેનાના (Indian Army) 7 જવાનો શહીદ (Martyr) થયા છે. તેઓના શબ પ્રદેશના કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલન ઘરાવતી જગ્યાએથી મળી આવ્યાં છે. અહીં સેનાના જવાનો ફસાયા હોવાની જાણકારી મળતા તેઓના બચાવકાર્ય માટે એરલિફટની એક ટુકડી તૈયાર કરવામાં આવી હતી. આ ટુકડીએ મિશન બચાવ પરની કામગીરી શરૂ કરી દીઘી હતી. મહત્વની વાત એ છે કે ટુકડીના તમામ શકય પ્રયત્ન કર્યા પછી પણ જવાનોને બચાવી શકાયા નથી. જે સાત જવાનોના શબ મળી આવ્યાં છે જેઓની પુષ્ટિ કરવામાં આવી છે.
હિમસ્ખલનની ઘટના અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં બની હતી. ગુમ થયેલા જવાનો રવિવારે પેટ્રોલિંગ કરી રહેલ સેનાનો ભાગ હતા. દરમ્યાન તેઓ હિમપ્રપાતનો ભોગ બન્યા હતા. તેમને શોધવા માટે નિષ્ણાતોની ટીમને પ્લેન દ્વારા સ્થળ પર મોકલવામાં આવી હતી. જોકે આ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે ટીમનું કામ મુશ્કેલ બની ગયું હતું. આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે.
- બચાવકાર્ય માટે એરલિફટની એક ટુકડી તૈયાર કરવામાં આવી હતી
- સાત જવાનોના શબ મળી આવ્યાં છે જેઓની પુષ્ટિ કરવામાં આવી છે
- ટુકડીના તમામ શકય પ્રયત્ન કર્યા પછી પણ જવાનોને બચાવી શકાયા નથી
- સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે.
મળતી માહિતી મુજબ ઉંચાઈવાળા વિસ્તારોમાં સશસ્ત્ર દળોને ખાસ તાલીમ આપવામાં આવે છે કે જેથી તેઓ આવા પર્વતીય, બરફવાળા વિસ્તારોમાં પોતાની રક્ષા કરી શકે. તેમજ આવી જગ્યા ઉપર આવેલી કોઈ પણ જાતની પરિસ્થિતીઓનો સામનો કરી શકે. જે જગ્યાએ હિમસ્ખલનનો ભારતીય જવાનો ભોગ બન્યા તે જગ્યા સમુદ્રની સપાટીથી 14,500 ફૂટની ઊંચાઈ પર આવેલી છે. છેલ્લા કેટલાક દિવસથી આ જગ્યાએ ભારે હિમવર્ષા થઈ રહી હતી. આ અગાઉ મે 2020માં પણ આ પ્રકારના હિમસ્ખલનની ઘટનામાં ભારતીય સેનાએ બે જવાન ગુમાવ્યા હતા, તેઓ સિક્કીમમાં પેટ્રોલિંગ કરતી વખતે આ કુદરતી ઘટનાનો ભોગ બન્યા હતા. સેનાએ હિમસ્ખલન અને બરફના તોફાનમાં વર્ષ 2019માં સિયાચીન ગ્લેસિયરમાં છ જવાન ગુમાવ્યા હતા અને અન્ય 11 જવાનોને ઈજા પહોંચી હતી.