National

ટીમ ઇન્ડિયાએ ધ ઓવલ ખાતે રચ્યો ઇતિહાસ : ઇંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું, સિરીઝમાં 2-1થી આગળ

ઓવલ (oval)માં રમાયેલી આ મેચ (test match)માં ટીમ ઈન્ડિયા (Indian cricket team)એ ઈંગ્લેન્ડ (England)ને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લિશ ટીમ 210 રનમાં ઓલઆઉટ (all out) થઇ ગઇ હતી.

આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમને ઓવલમાં ટેસ્ટ મેચ જીતવા માટે 50 વર્ષ લાંબી રાહ જોવી પડી હતી. તેણે આ પહેલા 1971 માં ઓવલ ખાતે અજીત વાડેકરની કેપ્ટનશીપમાં એક ટેસ્ટ મેચ જીતી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડના બોલરોએ તેમના કેપ્ટન જો રૂટના નિર્ણયને સાચો સાબિત કર્યો અને ટીમ ઈન્ડિયાને 191 રનમાં ઓલઆઉટ કરી દીધી. ક્રિસ વોક્સે 4 વિકેટ લીધી હતી. ઓલી રોબિન્સનના ખાતામાં 3 વિકેટ આવી. ટીમ ઇન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે (shardul thakur) સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલી (captain kohli)એ 50 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઈંગ્લેન્ડ બેટિંગ કરવા આવ્યું ત્યારે તેની શરૂઆત ખરાબ રહી હતી.

જસપ્રિત બુમરાહે (jashprit bumrah) ઇંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સ અને હસીબ હમીદને 6 રને આઉટ કર્યા હતા. આ પછી ડેવિડ મલાન અને જો રૂટે ત્રીજી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી. ઉમેશ યાદવે અદ્ભુત બોલ ફેંકતા જો રૂટને બોલ્ડ કર્યો હતો. તેણે 52 ના સ્કોર પર ઈંગ્લેન્ડને ત્રીજો ફટકો આપ્યો હતો. આ પછી, ક્રેગ ઓવરટન અને ડેવિડ મલાન પણ વહેલા પેવેલિયન પરત ફર્યા. 62 ના સ્કોર પર ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. ઓલી પોપે 62 રનમાં 5 વિકેટ પડ્યા બાદ આગેવાની લીધી હતી. તેણે જોની બેયરસ્ટો અને મોઈન અલી સાથે મહત્વની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 200 થી આગળ લઈ ગયો. પોપે 81 રનની ઈનિંગ રમી અને જ્યારે તે આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડના ખાતામાં 250 રન ઉમેરાઈ ગયા હતા.

ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનની જરૂર હતી

આ પછી, ક્રિસ વોક્સે 10 મી વિકેટ માટે જેમ્સ એન્ડરસન સાથે 35 રનની ભાગીદારી કરી. વોક્સે 50 રન બનાવ્યા હતા. વોક્સના આઉટ થતાં ઇંગ્લેન્ડની ઇનિંગ 290 રનમાં સમેટાઇ ગઇ હતી. ઇંગ્લેન્ડને પ્રથમ દાવના આધારે 99 રનની લીડ મળી હતી. ટીમ ઇન્ડિયા માટે ઉમેશ યાદવે 3, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. 99 રને પાછળ પડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ બીજા દાવમાં સારી શરૂઆત કરી હતી. ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. એન્ડરસને 46 રનના વ્યક્તિગત સ્કોર પર રાહુલને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને પહેલો ફટકો આપ્યો હતો. રાહુલના આઉટ થયા બાદ રોહિત શર્માએ ચેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પુજારાના રૂપમાં પડી. તે 61 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 236 ના સ્કોર પર ટીમ ઇન્ડિયાને બીજો ફટકો મળ્યો હતો.

ઓવલ ખાતે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ

15-18 ઓગસ્ટ 1936 – ઈંગ્લેન્ડે ભારતને 9 વિકેટે હરાવ્યું
17-20 ઓગસ્ટ 1946 – મેચ ડ્રોમાં સમાપ્ત થઈ
14-19 ઓગસ્ટ 1952 – ડ્રો
20-24 ઓગસ્ટ 1959 – ઇંગ્લેન્ડે મેચ એક ઇનિંગ અને 27 રનથી જીતી
19-24 ઓગસ્ટ 1971 – ભારતે 4 વિકેટે મેચ જીતી
30 ઓગસ્ટ – 4 સપ્ટેમ્બર 1979 – ડ્રો
8-13 જુલાઈ 1982 – ડ્રો
23-28 ઓગસ્ટ 1990 – ડ્રો
5-9 સપ્ટેમ્બર 2002-ડ્રો
9-13 ઓગસ્ટ 2007 – ડ્રો
18-22 ઓગસ્ટ 2011 – ઇંગ્લેન્ડ એક ઇનિંગ્સ અને 8 રનથી જીત્યું
15-17 ઓગસ્ટ 2014 – ઇંગ્લેન્ડ એક ઇનિંગ અને 244 રનથી જીત્યું
7-11 સપ્ટેમ્બર 2018 – ઇંગ્લેન્ડે 118 રનથી મેચ જીતી
2-6 સપ્ટેમ્બર 2021- ઇંગ્લેન્ડનો 157 રનથી પરાજય થયો

Most Popular

To Top