વૉશિંગ્ટન, મેલબોર્ન : કોરોનાવાયરસ (corona virus)ના કેસોમાં મોટા ઉછાળાનો સામનો કરી રહેલા ભારત તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયે (international community) તબીબી સાધનો અને સામગ્રીનો પુરવઠો મોકલવાનું શરૂ કર્યું છે જેમાં અમેરિકા (america) સહિત વિશ્વના અનેક દેશોમાં (countries) થી સામગ્રી ભારત તરફ રવાના થઇ રહી છે.
અમેરિકાથી એર ઇન્ડિયાનું વિમાન (Indian air) ન્યૂયોર્ક એરપોર્ટ (New York airport) પરથી 318 ફિલિપ્સ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ લઇને નવી દિલ્હી આવવા રવાના થયું હતું તો ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી ગ્રેગ હન્ટે જણાવ્યું હતું કે ભારતને તત્કાળ સપોર્ટ પેકેજ (support package) તરીકે તેમનો દેશ ઓક્સિજન, વેન્ટિલેટરો તથા પીપીઇ કિટ્સ રવાના કરશે. સાઉદી અરેબિયાએ ભારતને 80 મેટ્રિક ટન લિક્વિડ ઑક્સિજન રવાના કર્યો છે. જ્યારે શનિવારે ભારતીય હવાઇ દળના વિમાનોમાં સિંગાપોરથી ચાર ક્રાયોજેનિક ટેન્કરો લાવવામાં આવ્યા હતા. યુરોપિયન યુનિયને પણ સહાયની તૈયારી બતાવી છે.
યુકેએ તો ભારતને પુરા ટેકાની પહેલાથી જ ખાતરી આપી હતી અને તે મુજબ આજે ભારતને મદદ માટેનું પ્રથમ લાઇફ સેવિંગ સહાય પેકેજ રવાના થયું હતું. આમાં વેન્ટિલેટરો, ઓક્સિજન કન્સેન્ટ્રેટરોનો સમાવેશ થાય છે. આ સામગ્રી આવતીકાલે વહેલી સવારે નવી દિલ્હી આવી પહોંચે તેવો કાર્યક્રમ છે. આ ઉપરાંત આ સપ્તાહ દરમ્યાન અન્ય સામગ્રી પણ યુકેથી ભારત મોકલવામાં આવશે જેમાં વધુ ઑક્સિજન કન્સેન્ટ્રેટરો, 120 નોન-ઇવેઝિવ વેન્ટિલેટરો સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે.
યુકેના વિદેશ મંત્રી ડોમિનિક રાબે ભારતને એક અગત્યના ભાગીદાર તરીકે ગણાવ્યું હતું. અમેરિકાથી ભારતને આપવામાં આવી રહેલ સામગ્રીમાં રસી ઉત્પાદન માટેની કાચી સામગ્રી, થેરાપ્યુટિક્સ, રેપિડ ડાયોગ્નોસ્ટિક કિટ્સ, વેન્ટિલેટરો, ઓક્સિજનના ઉત્પાદનને લગતી સામગ્રી વગેરેનો સમાવેશ થાય છે.