અમેરિકા કે ચીનથી વિપરીત, ભારતે ક્યારેય યુદ્ધમાં પોતાનું નુકસાન છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. એટલા માટે સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ સુરક્ષા મંચ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના ઇન્ટરવ્યુની ટીકા કરવી અયોગ્ય છે. ઓપરેશન સિંદૂર દરમિયાન લડાઈ કામગીરીમાં વિમાનોના નુકસાનની તેમની કબૂલાતને એવી રીતે રજૂ કરવામાં આવી છે કે જાણે તેમણે કોઈ મોટી ભૂલ કરી હોય. હવામાં પ્રારંભિક નુકસાન વિશે જનરલ ચૌહાણની ટિપ્પણી લડાઈ કામગીરીમાં ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યાં હોવાની પ્રથમ સત્તાવાર કબૂલાત હતી. સિંગાપોર બેઠક પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ, પડકારો અને નીતિગત પ્રતિભાવો પર ચર્ચા કરવા માટે એક આંતર-સરકારી સુરક્ષા પરિષદ છે. જ્યારે વિવિધ દેશોના ટોચના લશ્કરી નેતાઓ સ્વતંત્ર અને આદરપૂર્વક વિચારો અને મંતવ્યોનું આદાનપ્રદાન કરે છે. જનરલ ચૌહાણની ટિપ્પણીને આ સંદર્ભમાં જોવી પડશે.
જો કે, જ્યારે તેમને બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સી દ્વારા પૂછવામાં આવ્યું કે શું છ ભારતીય વિમાનો તોડી પાડવાનો પાકિસ્તાની દાવો સાચો હતો ત્યારે સીડીએસે કહ્યું: ‘’એકદમ ખોટો છે.’’ પરંતુ તેમણે એમ પણ ઉમેર્યું કે, ‘’જેટ તૂટી પડ્યું તે મહત્ત્વનું નથી પણ તે શા માટે તૂટી પડ્યું તે મહત્ત્વનું છે. ભારતે પણ ઝડપથી તેની વ્યૂહાત્મક ભૂલો સુધારી અને પાકિસ્તાનમાં અંદર સુધી તેના ચોકસાઈપૂર્વકના હુમલાઓ ફરી શરૂ કર્યા.
ભારત અને પાકિસ્તાન એકબીજા સામે લશ્કરી હુમલાઓ બંધ કરવા સંમત થયાના બરાબર ત્રણ અઠવાડિયાં પછી આ ટિપ્પણી આવી છે. સ્પષ્ટપણે, યુદ્ધ દરમિયાન અને પછી ક્યારેય પણ આઈએએફએ કોઈ વિમાન ગુમાવવાનો ઇનકાર કર્યો નથી. 11 મેના રોજ બંને સૈન્ય વચ્ચે યુદ્ધવિરામ થયાના એક દિવસ પછી એર ઓપરેશન્સના ડિરેક્ટર એર માર્શલ એ. કે. ભારતીએ મિડિયા બ્રીફિંગમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, તેઓ એ અંગે ટિપ્પણી કરવા માંગતા નથી કે, ભારતે કોઈ વિમાન ગુમાવ્યું છે કે નહીં અને તેમણે પ્રવર્તમાન યુદ્ધ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો.
એર માર્શલ એ. કે. ભારતીએ કહ્યું કે, નુકસાન કોઈ પણ યુદ્ધનો ભાગ હોય છે, ભારતીય સૈન્યે તેના બધા પસંદ કરેલા ઉદ્દેશો પ્રાપ્ત કર્યા છે અને બધા આઈએએફ પાઇલટ્સ ઘરે પાછા ફર્યા છે. એર માર્શલ ભારતીએ કહ્યું કે, ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા ઉચ્ચ-ચોકસાઈવાળા હુમલા દરમિયાન પાકિસ્તાન વાયુસેનાએ તેનાં થોડાં વિમાનો ગુમાવ્યાં તેમ જ સંપત્તિ અને હવાઈ મથકોને પણ ભારે નુકસાન થયું. શરૂઆતમાં નુકસાનથી આપણી વાયુસેના ડરી ગઈ ન હતી. તે ગર્વની વાત છે. તે એક વ્યાવસાયિક દળનો આત્મવિશ્વાસ દર્શાવે છે. હકીકત એ છે કે, ભારતીય વાયુસેનાએ ૧૦ મેના રોજ તમામ પ્રકારના બોમ્બની સાથે તમામ પ્રકારનાં વિમાનો ઉડાવ્યાં હતાં. એ દિવસે ભારતે પાકિસ્તાનની અંદરના ભાગમાં હવાઈ મથકો પર હુમલો કર્યો હતો, જેમાં રાવલપિંડીમાં નૂરખાન હવાઈ મથકનો પણ સમાવેશ થાય છે.
જનરલ ચૌહાણે કહ્યું તેમ, ‘’સારી વાત એ છે કે અમે અમારી વ્યૂહાત્મક ભૂલને સમજી શક્યા, તેને સુધારી શક્યા અને પછી બે દિવસ પછી તેને ફરીથી અમલમાં મૂકી. અમારાં બધાં જેટ ફરીથી ઉડાવ્યાં, લાંબા અંતર પર લક્ષ્ય સાધ્યું.’’ તો, જનરલ ચૌહાણનાં નિવેદનો પર આટલું રાજકારણ કેમ છે? કોઈ પણ દેશ તેના લશ્કરી ઓપરેશન્સની વિગતો ત્યાં સુધી જાહેર કરતો નથી જ્યાં સુધી તે સમાપ્ત થયા ન હોય.
કોઈ પણ નુકસાનનું હમેશાં ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે છે. જેથી ભૂલો સુધારી શકાય. ભારતે પણ એવું જ કર્યું. ભારત પાસે રક્ષણાત્મક બનવાનું કોઈ કારણ નથી. ઓપરેશન સિંદૂરે તેના બધા ઉદ્દેશો પૂરા કર્યા. ભારતની સેના પર ગર્વ અનુભવવાને બદલે એવું બતાવવાની કોશિશ કેમ કરવામાં આવી રહી છે કે, કંઈક ખોટું થયું છે. કારણ કે, સરકારે રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે? વિપક્ષ પાસે રાષ્ટ્રીય હિતમાં પ્રશ્નો ઊભા કરવા માટે ચોક્કસ કારણો છે,
પરંતુ તે રાજકીય હિતથી પ્રેરિત ન હોવું જોઈએ: કે તેણે અત્યારે સરકારની ટીકા કરવી જોઈએ, જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ શ્રેય ન મળે. તે એક ટૂંકો દૃષ્ટિકોણ છે. આપણાં લોકો મોટા ભાગે માને છે કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં 26 પ્રવાસીઓના હત્યાકાંડ પર ભારતની પ્રતિક્રિયા ખૂબ જ ઉચિત હતી. આવનારા દિવસોમાં રાજકારણ માટે હમેશાં સમય રહેશે. કોઈએ પણ ભારતની પ્રતિષ્ઠાને બગાડવા માટે કંઈ ન કરવું જોઈએ. કારણ કે, આપણા વિપક્ષી નેતાઓએ એક સ્વરમાં ભારતનો મુદ્દો રજૂ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.