National

WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન- ભારતની મોટી સિદ્ધિ

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતના (Gujarat) જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની આધારશિલા મૂકી હતી. સમગ્ર વિશ્વમાં (World) તે આ પ્રકારનું એકમાત્ર કેન્દ્ર હશે. આ જ કારણ છે કે દુનિયાભરના મોટા નિષ્ણાતો તેને વિકાસશીલ ભારતની મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે. વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનું વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર ભારત નેતૃત્વ પુરૂ પાડશે.

શું છે WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન?
ભારતમાં સદીઓથી પરંપરાગત દવાનો ઉપયોગ કરવામાં આવે છે. નાના કે મોટા દરેક રોગમાં લોકો પરંપરાગત દવાઓ અને ઘરગથ્થુ ઉપચારોનો ભરપૂર ઉપયોગ કરે છે. કોરોનાના સમયગાળા દરમિયાન પણ લોકોએ પરંપરાગત ઔષધિઓ અને ઉપચારોનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કર્યો હતો. તેનાથી તેમને ફાયદો પણ થયો.

જામનગરના આંગણે નિર્માણ પામનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે તેમજ પરંપરાગત ઔષધીને પ્રોત્સાહન મળશે. ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. અહીં પરંપરાગત દવાઓને વૈજ્ઞાનિક ઢબે સુધારવાની કામગીરી કરવામાં આવશે. આમાં માત્ર આયુર્વેદિક દવાઓ જ નહિ પરંતુ ઔષધીય ગુણો ધરાવતા ખોરાક પર પણ કામ કરવામાં આવશે.

કેન્દ્ર વિશેની વિશિષ્ટ માહિતી

  • WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન વિશ્વમાં તેના પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે.
  • તેનો ધ્યેય પરંપરાગત દવાની સંભવિતતાને તકનીકી પ્રગતિ અને પુરાવા-આધારિત સંશોધનને જોડવાનો છે.
  • WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન પરંપરાગત દવાઓના ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો નક્કી કરવા માંગે છે. તે દેશોને વ્યાપક, સલામત અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્ય પ્રણાલી બનાવવામાં પણ મદદ કરશે.

WHOએ શું કહ્યું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક પીકે સિંહે આ કેન્દ્રને ગેમ ચેન્જર ગણાવ્યું છે. પરંપરાગત દવાઓ સદીઓથી આપણી આસપાસ છે. WHO ના 194 સભ્ય દેશોમાંથી 170 માં લગભગ 80 ટકા લોકો તેનો ઉપયોગ કરે છે. WHOના આ કેન્દ્રની ડેટા અને એનાલિટિક્સ, સસ્ટેનેબિલિટી અને ઇક્વિટી, ઇનોવેશન અને ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમજ પરંપરાગત દવાની પ્રાચીન શક્તિનો ઉપયોગ કરીને ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ વધારવી એ એક મોટી સફળતા છે.

તે કેવી રીતે ગેમ ચેન્જર બની શકે?
આયુર્વેદિક ચિકિત્સક ડૉ. સોમેશ પાંડેએ કહ્યુ છે કે ભારતની પરંપરાગત દવાઓમાં ઘણી શક્તિ છે. એલોપેથીએ ચોક્કસપણે બજાર કબજે કર્યું છે, પરંતુ આજે પણ મોટાભાગના લોકો પરંપરાગત દવાઓમાં વધુ વિશ્વાસ ધરાવે છે. અત્યાર સુધી માત્ર ભારતીય લોકો જ પરંપરાગત દવાઓ વિશે જાણતા હતા. આ કેન્દ્રની સ્થાપના બાદ વિશ્વના અન્ય દેશોમાં પણ તેનો પ્રચાર થશે. દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકશે. ખાસ કરીને WHO સાથે આવવાથી પણ ફાયદો થશે.

Most Popular

To Top