Gujarat

ચંદ્રયાનના સફળ મિશનથી ઈસરોએ જે સન્માન અપાવ્યું છે, તેના માટે ભારત હંમેશા ઋણી રહેશે : આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: ચંદ્રયાનના (Chandrayaan-3) સફળ મિશનથી ઈસરોએ (ISRO) ભારતને (India) જે સન્માન અપાવ્યું છે; તેના માટે ભારત હંમેશા તેમનું ઋણી રહેશે, તેમ કહીને રાજ્યપાલ (Governer) ઓછા ખર્ચે આટલું મોટું અભિયાન પાર પાડવા માટે ઇસરો તેમજ ડૉ. એસ સોમનાથને શુભેચ્છા પાઠવી હતી.

  • આચાર્ય દેવવ્રતે પોતાની બેંગલોર ઈસરોની મુલાકાત દરમિયાનના સ્મરણો વાગોળ્યા હતા

ઈસરોના ચેરમેન ડૉ. એસ સોમનાથે આજે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે પોતાની બેંગલોર ઈસરોની મુલાકાત દરમિયાનના સ્મરણો વાગોળ્યા હતા તેમજ ઈસરોના વૈજ્ઞાનિકોની તપસ્યા અને પરિશ્રમની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન વરિષ્ઠ પરિયોજના વૈજ્ઞાનિક રાજન પિલ્લઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ બંને મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું; જ્યારે ડૉ. એસ સોમનાથને રાજ્યપાલને ચંદ્રયાનના લોંચિંગ માટે ઉપયોગમાં લેવાયેલા લોન્ચ વ્હિકલની પ્રતિકૃતિ ભેટ આપી હતી.

Most Popular

To Top