નવી દિલ્હી: (New Delhi) ભારત સરકાર (Indian Government) દેશમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) પર નિયંત્રણો માટે એક ખરડો લાવવાનું આયોજન કરી રહી છે જેમાં કેટલાક અપવાદ સિવાય લગભગ તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સીઓ પર પ્રતિબંધની જોગવાઇ આવી શકે છે અને ક્રિપ્ટોકરન્સી અંગેના કડક નિયમોનો ભંગ કરનાર માટે જંગી દંડ સહિત આકરી સજાની (Punishment) જોગવાઇ આવી શકે છે એમ કેટલાક સૂત્રોએ જણાવ્યું છે.
- સંસદના વર્તમાન સત્રમાં જ ખરડો આવી શકે
- ખાનગી ક્રિપ્ટોકરન્સીઓને ચુકવણીના માધ્યમ તરીકે વાપરી નહીં શકાય, નિયમોનો ભંગ કરનારને ૨૦ કરોડ રૂપિયાનો દંડ કે દોઢ વર્ષની જેલની સજાની દરખાસ્ત, વોરન્ટ વિના ધરપકડ પણ થઇ શકશે
- ક્રિપ્ટોધારકોને તેમની મિલકતો જાહેર કરવા કેટલોક સમય અપાશે
- ક્રિપ્ટો બજાર પર દેખરેખની કામગીરી સેબીને જ સોંપાઇ શકે
સંસદના વર્તમાન સત્રમાં જ ક્રિપ્ટોકરન્સી અંગેનો ખરડો આવી શકે છે જેમાં ક્રિપ્ટો હોલ્ડરોને તેમની મિલકતો જાહેર કરવા અને નવા નિયમોનું પાલન કરવા માટે કેટલીક મહેતલ આપવામાં આવી શકે છે. ક્રિપ્ટોકરન્સી પર દેખરેખ રાખવા માટે સરકાર તેના મૂડીબજાર નિયંત્રકની નિમણૂક કરવા વિચારણા કરી રહી છે એમ ક્રિપ્ટોકરન્સીના નિયમો અંગે ચાલી રહેલી ચર્ચાથી વાકેફ સૂત્રોએ જણાવ્યું છે. આ ખરડામાં ક્રિપ્ટોકરન્સીના બદલે ક્રિપ્ટોએસેટ્સ શબ્દ વપરાઇ શકે છે અને તેમાં રિઝર્વ બેન્કની તેની પોતાની ડિજિટલ કરન્સી લાવવાની યોજનાનો ઉલ્લેખ નહીં હશે એમ આ સૂત્રોમાંની એક વ્યક્તિએ જણાવ્યું હતું. ખરડામાં લગભગ તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સીને ચુકવણીના માધ્યમ તરીકે ઉપયોગ કરવા પર મનાઇ આવી શકે છે. નિયંત્રણોનો ભંગ કરનાર માટે આકરી સજાની જોગવાઇ આવી શકે છે જેમાં ૨૦ કરોડ રૂપિયાનો દંડ અથવા દોઢ વર્ષની જેલની સજાની જોગવાઇની દરખાસ્ત છે. નિયમોનો ભંગ કરનાર માટે વોરન્ટ વિના ધરપકડની જોગવાઇ પણ આવી શકે છે એ મુજબ સૂત્રોએ જણાવ્યું હતું.
એમ સમજાય છે કે સરકાર ક્રિપ્ટો ધારકોને એમની એસેટ્સ જાહેર કરવા અને કોઇ પણ નવા નિયમોને પહોંચી વળવા આખરી મહેતલ આપશે. આ બાબતથી જાણકાર વર્તુળોએ જણાવ્યું કે સત્તાવાળાઓ ક્રિપ્ટોને નાણાંકીય અસ્કયમાત તરીકે વર્ગીકૃત કરનાર છે અને ક્રિપ્ટોકરન્સીઝ પર દેખરેખ રાખવા બજાર નિયામક તરીકે સેબીને નિમવામાં આવે એવી શક્યતા છે. સરકાર ક્રિપ્ટોકરન્સી ખરડો રજૂ કરનાર છે અને ક્રિપ્ટો પર સદંતર પ્રતિબંધના બદલે એના પર નિયમન કરવામં આવશે. આ ખરડામાં ક્રિપ્ટોકરન્સીઝના બદલે ક્રિપ્ટોએસેટ્સ શબ્દ પ્રયોજવામાં આવશે અને આરબીઆઇની પોતાની ડિજિટલ કરન્સી શરૂ કરવાની યોજનાઓ એમાં ઉલ્લેખ નહીં હોય એમ વર્તુળોએ જણાવ્યું હતું. ખરડાની દરખાસ્તો મુજબ ભંગ કરનાર કોઇને પણ રૂ. 20 કરોડ સુધીનો દંડ અથવા દોઢ વર્ષની સજાની જોગવાઇ હશે. નાના રોકાણકારોનું રક્ષણ કરવા માટે સરકાર ક્રિપ્ટોએસેટ્સમાં રોકાણ કરવા માટે લઘુત્તમ મર્યાદા પણ સૂચવી શકે છે. ભારતમાં ક્રિપ્ટો બજાર વર્ષમાં 641 ટકા વધ્યું છે. સરકાર હવે એને અસ્કયામત ગણાવીને એના થકી થતા મૂડીલાભ પર ટેક્સ લેવા ધારે છે.