નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર (Fast Bowler) જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ફિટ થઈને મેદાનમાં પરત ફર્યો હતો. બૂમ બૂમ બુમરાહ જે ઈજાના કારણે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો તે હવે ટૂંક સમયમાં ટીમમાં પુન:આગમન કરવા જઈ રહ્યો છે. શુક્રવારે જ તેણે એક વીડિયો શેર કરીને તેના તમામ ચાહકો સાથે આ ખુશખબર આપી હતી. બુમરાહ છેલ્લા ઘણા સમયથી સતત ઈજાના કારણે ટિમ માંથી અંદર બહાર થઇ રહ્યો હતો,પણ હવે તે સંપૂર્ણ ફિટ છે…
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો
બુમરાહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પહેલા કેટલીક એક્સરસાઇઝ કરતો જોવા મળ્યો હતો. તે ઇન્ડોર પ્રેક્ટિસમાં વોર્મ અપ કરતો દેખાઈ રહ્યો છે. આ પછી તે ખુલ્લા મેદાનમાં ઉત્સાહપૂર્વક દોડતો પણ જોવા મળ્યો હતો. દોડતી વખતે તે સંપૂર્ણ લયમાં જોવા મળ્યો હતો. ભારતીય ટીમને છેલ્લા કેટલાક મહિનામાં મહત્વની મેચોમાં બુમરાહની ખોટ પડી છે. તેના પુનઃ આગમનથી આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીને મજબૂત બનાવશે.
ઈજાઓમાંથી ઉગારી જતા હવે સંપૂર્ણ ફિટ છે
બુમરાહે ટી-20 વર્લ્ડ કપ પહેલા સાઉથ આફ્રિકા સામે રમાયેલી સિરીઝ દરમિયાન પ્રેક્ટિસ દરમિયાન પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી ગયો હતો અને ત્યારબાદ તેને આખી શ્રેણીમાંથી બહાર રહેવાની જાણ થઈ હતી જેને લઇને તે થોડા દિવસો બાદ તે ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો.
T20 વર્લ્ડ કપ ચૂકી ગયો હતો જ્યાં તેની ગેરહાજરી અનુભવાઈ હતી
ઉલ્લેખનીય છે કે,જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બરના અંતથી મેદાનની બહાર રહ્યો હતો. ભારતના મુખ્ય ફાસ્ટ બોલરને જેમને તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું તેને ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર રહેવું પડ્યું હતું.દરમ્યાન ઓસ્ટ્રેલિયા સામે જ ઘરઆંગણે બે મેચ રમીને પાછો ફર્યો હતો. જેના પરિણામે બુમરાહની ઈજા ફરી સામે આવી હતી. T20 વર્લ્ડ કપ ચૂકી ગયો હતો.જેને લઇને બુમરાહની ગેરહાજરી ખુબન અનુભવાઈ હતી..