Sports

અર્જુન નિશાન ચૂકી જતાં ભારત બીજું મેડલ જીતી ન શક્યું

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર શૂટર અર્જુન બાબૌતા પેરિસ ઓલિમ્પિક 2024માં દેશને બીજો મેડલ અપાવી શક્યો નથી. પહેલા 11 શોટ બાદ અર્જુન સિલ્વર મેડલ જીતવાની સ્થિતિમાં હતો પરંતુ તે પછી તેણે કેટલાક ખરાબ નિશાના લગાવ્યા જેના લીધે તે ચોથા નંબર પર આવીને સ્પર્ધામાંથી આઉટ થઈ ગયો હતો.

આજે તા. 29 જુલાઈએ પેરિસ ઓલિમ્પિક 2024નો ત્રીજો દિવસ છે. આજે શૂટિંગ સ્પર્ધામાં ભારતને અર્જુન બાબૌતા પાસેથી મેડલની અપેક્ષા હતી, જે પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો હતો. જોકે અર્જુન 208.4 માર્ક્સ સાથે ચોથા ક્રમે રહ્યો હતો. જોકે અર્જુને એકંદરે સારું પ્રદર્શન કર્યું હતું. એક સમયે અર્જુન મેડલ જીતવાની સ્થિતિમાં હતો, પરંતુ તેનો છેલ્લો શોટ સચોટ નહોતો. તે છેલ્લા શોટમાં માત્ર 9.5 પોઈન્ટ જ બનાવી શક્યો હતો.

આ અગાઉ રવિવારે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. જ્યારે સોમવારે અર્જુન બાબૌતા મેન્સની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં મેડલ જીતવાથી ચૂકી ગયો હતો. જોકે તેણે પોતાના અદ્દભૂત પ્રદર્શનથી ચાહકોનું દિલ ચોક્કસપણે જીતી લીધું હતું.

બાબૌતા 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઈનલ મેચમાં સિલ્વર પોઝીશનથી આગળ વધ્યો હતો. જોકે, ચીનના લિહાઓ શેંગે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. લિહાઓ શેંગે 252.2 પોઈન્ટ મેળવી ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યો હતો. સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેને 251.4 પોઈન્ટ સાથે સિલ્વર જ્યારે ક્રોએશિયાના મેરિક મિરાને 230 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એક સમયે બાબૌતા પ્રથમ 11 શોટ પછી સિલ્વર મેડલ જીતવાની સ્થિતિમાં હતો પરંતુ તેણે 13મો (9.9), 15મો (10.2) અને 18મો (10.1) ખોટો નિશાન લગાવ્યો હતો જેના કારણે બાબૌતા મેડલની રેસમાંથી બહાર નીકળી ગયો હતો હતાશ બાબૌતા છેલ્લું નિશાન પણ યોગ્ય રીતે લગાવી શક્યો ન હતો અને તે 9.5 હતો. આ રીતે એક સમયે સિલ્વરની દાવેદાર રહી ચૂકેલા બાબૌતા કોઈ મેડલ જીતી શક્યા નહોતા.

ચીની ખેલાડીએ ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યો
અંતિમ સ્પર્ધામાં 8 શૂટરોએ ભાગ લીધો હતો. ચીનના લિહાઓ શેંગે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. લિહાઓ શેંગે 252.2 પોઈન્ટ બનાવ્યા અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેને 251.4 પોઈન્ટ સાથે સિલ્વર જ્યારે ક્રોએશિયાના મેરિક મિરાને 230 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Most Popular

To Top